Vishesh News »

બીજી વંદે ભારત ટ્રેનનું વાપીમાં સ્વાગત કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ ઃ વડાપ્રધાને મંગળવારે વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ન્યુ મકરપુરા, વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નવા ઢોલવાડ અને ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના ન્યુ ખુર્જા સનેહવાલ રેલ્વે સેક્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા. આ અંતર્ગત વાપી રેલવે સ્ટેશન પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી સ્ટેશન પર મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં વાપી વાસીઓ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ શાળાના વિદ્યાર્થીઓઍ વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યું હતું. વડાપ્રધાને રેલ્વેના વિકાસ માટે સરકારની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોઍ જણાવ્યું હતું કે લોકો પોતે રેલવેમાં થતા ફેરફારોને જોઈ રહ્ના છે અને અનુભવી રહ્ના છે. વાપી સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વીઆઇઍ અને ભાજપ વાપી શહેર પ્રમુખ સતીષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, નોટિફાઇડ ઍરિયા બોર્ડના પ્રમુખ હેમંતભાઈ પટેલ, માજી વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મિતેશભાઈ દેસાઇ, ભાજપ અગ્રણી રેલવેના ઝેડ આર યુસીસીના માજી સભ્ય તથા મોરાઇ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના ઉપપ્રમુખ. મુકેશસિંહ ઠાકુર, રતિકાંત તિવારી, વરિષ્ઠ ડીઈઈ ટીઆરડી વલસાડ પ્રશાંત જોષી, ઍડીઈઈ ક્રિષ્ના રોય, સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ રમેશ કુમાર, ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (વાણિજ્ય) રોહન કુમાર, રિઝર્વેશન સુપરવાઈઝર પ્રદીપ આહિર, નરેશ મહેરા અને અન્ય લોકો રેલવે વતી હાજર હતા. આ દરમિયાન મહેમાનો દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્લેકાર્ડનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજથી શરૂ થયેલી બીજી અમદાવાદથી મુંબઈ સુધીની વંદે ભારત ટ્રેનને વાપી રેલવે સ્ટેશનને સ્ટોપેજ અપાતા ૧૨ઃ૩૦ કલાકે આ ટ્રેન વાપી આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કે સી પટેલ અને મુકેશ સિંહ ઠાકુર દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેનને વાપી થી મુંબઈ જવા માટે રવાના કરાઈ હતી આ પ્રસંગે વાપી રેલવે વિભાગના અધિકારીઓ તેમજ વાપીના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.