Vishesh News »

નાણાંમંત્રી કનુભાઈની વીજ ગ્રાહકોને રાહત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ ઃ ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં રાજ્ય સરકારના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ફ્યુઅલ સર ચાર્જના ભાવમાં દર યુનિટેડ ૫૦ પૈસાનો ઘટાડો કરવામાં આવશે. જેનો રાજ્યના ૧.૭૦ કરોડ વીજ ગ્રાહકોને લાગુ પડશે. પ્રા વિગત મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવોમાં ઘટાડો થતાં જ પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીઍ વીજ કંપનીને ફાયદો થતા જ આજે ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યના ૧.૭૦ કરોડ વીજ ગ્રાહકોને ધ્યાને લઈ અગાઉ રૂપિયા ૩.૩૫ પતિ યુનિટના ફ્યુઅલ સરચાર્જ ના ભાવો ની વસુલાત કરવામાં આવતી હતી જેના સ્થાને હવે રૂપિયા ૨.૮૫ ફ્યુઅલ સરચાર્જ ની વસૂલી કરવામાં આવશે જેના કારણે દરેક ગ્રાહકને પ્રતિ યુનિટે ૫૦ પૈસાનો ઘટાડો થશે આ ઘટાડો આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં થતા ઘટાડાને ધ્યાને લઈ ત્રિમાસિક રિપોર્ટને આધારે અપાઈ રહ્ના છે