Vishesh News »

બાબરે શ્રી રામમંદિરના પ્રવેશદ્વારના પહેલા થાંભલા પર પહેલો હથોડો ઝીંકી દીધો !

જે લોકો ઍમ કહે છે કે, શ્રી રામ મંદિરને તોડીને બાબુરી મસ્જિદ બાંધવામાં નથી આવી, તેમને માટે આ લેખમાળામાં કેટલાય ઠોસ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. બાબુરી મસ્જિદમાં વપરાયેલા સ્તંભો - જેની કોતરણીમાં હિંદુ દેવ- દેવીઓની મૂર્તિઓ છે, જે આજે પણ સ્પષ્ટ જોઈ શકાય છે, ઉપરાંત દીવાલ પરનું પ્લાસ્ટર ઉખેડતાં નીચેથી મંદિરની કોતરણી વાળી દીવાલો નજરે પડે છે. વળી, મોડર્ન રિવ્યૂ જેવાં અનેક પત્રો ભૂતકાળમાં અનેક દસ્તાવેજી પુરાવા રજૂ કરી ચૂક્યા છેત જેમાંનો ઍક અત્રે પ્રસ્તુત છે. ‘મોડર્ન રિવ્યૂ’ નામના પ્રતિષ્ઠિત અંગ્રેજી માસિકના છઠ્ઠી જુલાઈના ૧૯૨૪ના અંકમાં ખૂબ જ જાણીતા લેખક સ્વામી સત્યદેવ પરિવ્રાજકનો ઍક લેખ છપાયો હતો. જેમાં તેમણે ઍક શાહી ફરમાનની પ્રતિ ઉર્ધ્વત કરી હતી. શાહી મુહર યુક્ત આ ફરમાન ઍમને પુરાણા કાગળોની છાનવીન દરમ્યાન મુગલકાલીન શાહી કાગળોની સાથે મળી આવ્યું હતું. ઍ પણ શ્રીરામ જન્મભૂમિ વિષે જ હતું. અગાઉનું ફરમાનપત્ર તાશ્કદીને ઉદેશીને હતું. પણ જ્યારે અયોધ્યામાં ચારે બાજુથી હિંદુઓ દોડી આવવા લાગ્યા ત્યારે પીર અને ફકીરે આ ફરમાન પોતાની સલામતી માટે લખાવી લીધું હતું. જે નીચે મુજબ છે. ... શહેનશાહે હિંદ - માલિકુલજહાન બાદશાહ બાબરના હુકમથી મુસા પીર તથા હજરત જલાલશાહ ફકીરની મરજી મુજબ અયોધ્યામાં રામની જન્મભૂમિને મિસમાર કરીને ઍ જગ્યાઍ ઍના જ મસાલા વડે મસ્જિદ તામીર કરવાની ઈજાજત દઈ દેવામાં આવી છે. ઍટલે આ હુકમનામા વડે તેમને બતૌર ઈત્તિલાથી આગાહ કરવામાં આવે છે કે, હિંદુસ્તાનના કોઈ પણ ગૈર સૂબામાંથી કોઈ હિંદુ અયોધ્યા જવા પામે નહીં. જે કોઈ શખ્સ અયોધ્યામાં દાખલ થવાની કોશિષ કરશે તેને ફૌરન ગિરફતાર કરીને કારાગારમાં દાખલ કરી દેવામાં આવશે. હુકમની સખતાઈથી તામીર થવી ઘટે - ફર્જ સમજીને... બાબર તો પોતાના આવાસમાં ઘેનમાં પડ્યો હતો, પણ તાશ્કદીઍ તત્કાલ બાદશાહના નામથી હુકમો જારી કરવા માંડ્યા. નગરમાં દંગલ ન ફાટે તેટલા માટે અગમચેતી રૂપે ફૌજી દળોને મંદિરના પરિસર ઉપરાંત હર મૌકાના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યાં. જલાલશાહ ફકીર સાથે આવેલા પાંચસો મુજાહિદીનોને પણ મંદિર ફરતે કુંડાળાના રૂપમાં હથિયારબંધ ગોઠવી દેવામાં આવ્યા. આ બધી તૈયારી માટે નગરજનોને કારણ ઍ બતાવવામાં આવ્યું કે, કાલિંજરનો રાજા કાલપી સુધી તો આવી ગયો છે અને અયોધ્યા પર આક્રમણનો ભય તોળાઈ રહ્ના છે. નગરમાં આકરી તકેદારી રાખવામાં આવી હતી. રાત્રે સખત ચોકીપહેરા નીચે બાદશાહને પરદાચ્છત્ર રથમાં બેસાડીને મંદિર પર લઈ જવામાં આવ્યો. સેંકડો મુલ્લા - મૌલીઓના ગળામાંથી ઍક સાથે બુલંદ નારા ફૂટ્યા બિસ્મિલ્લાહ... રહિ મુર્રહેમાન ! પીર મુસાઍ ગળું ફાટી જાય ઍટલા જોરથી અવાજ કીધો ‘અલ્લા હો અકબર !’ ફકીર જલાલશાહ સહિત હજારો મઝહબી દીનદારોઍ પ્રતિઘોષ દીધો નારાઍ તકબીર...! પીર બોલતો જ ગયો ‘બિસ્મિલ્લાહ...!’ અને નવેમ્બરની ઍ ઠંડી કાળી રાતના પહેલા પ્રહરે બાદશાહ બાબરે શ્રીરામ જન્મભૂમિ પર આવેલા શ્રી રામમંદિરના પ્રવેશદ્વારના પહેલા થાંભલા પર પહેલો હથોડો ઝીંકી દીધો ! બીજો પ્રહાર ગર્ભગૃહ પર કરવામાં આવ્યો. પછી તો હાજર રહેલા સર્વ લોકો પૂરી તાકાતથી તોડફોડના કામમાં લાગી ગયા. ઘડી બે ઘડીમાં તો પ્રવેશદ્વાર પર આવેલા દશે દશ સ્તંભો તોડીને આંગણામાં ખડકી દેવામાં આવ્યા. પણ તો પછી મંદિરના સર્વ અંતેવાસીઓ -પૂજારીઓ -અધ્યક્ષ - ચોકીદારો - મહંત - ધર્મશાળાના નિત્યનિવાસીઓ – ઍ બધાં ક્યાં ગૂમ થઈ ગયા હતા ? તેઓ મંદિરમાં જ હતા. ફૌજ દ્વારા અણધાર્યું આક્રમણ થતાં જ તેઓ હાથ ચડ્યું તે હથિયાર લઈને બચાવ કરવા કૂદી પડ્યા. ઍ રાતે મંદિર અને તેની આસપાસનો સર્વ વિસ્તાર ભયંકર - ગોઝારી ચીસાચીસથી ગાજી ઊઠ્યો. લોકોને ખબર પડી ગઈ ઃ ‘રામજી મંદિર તોડવામાં આવી રહ્નાં છે...!’ નગરમાં હુલકો ઊઠ્યો. આખુંય નગર જાગીને – ભડકીને ઊભું થઈ ગયું. અબાલ વૃદ્ધ સ્ત્રી-પુરુષ સર્વ કોઈઍ હાથ ચડ્યું તે હથિયાર લઈને પોતાના પ્રભુની પ્યારી જન્મભૂમિને બચાવવા મંદિર ભણી દોટ મૂકી. ઍ રાતે મંદિર પર ભયંકર જંગ જામી પડ્યો. સવાર પડતાં પડતાંમાં તો આસપાસના વિસ્તારોમાંથી પણ હજારો લોકો હથિયાર લઈને દોડી આવ્યા. મંદિરના અધ્યક્ષ સ્વામી શ્યામાનંદજીને જ્યારે ગંધ આવી ગઈ કે મંદિર પર હુમલો થવાનો છે ત્યારે તેમણે પોતાના સર્વસાથીઓને તત્કાલ ભેગા કર્યા. ગર્ભગૃહમાંથી ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રમુખ મૂર્તિ જે સૌથી મોટી હતી તે ઉઠાવી લીધી. સાથીઓની સહાયથી તેને રાતના અંધકારના સાયા નીચે ગુપચુપ મંદિરની પાછલી દીવાલ પાસે લઈ ગયા. આ દીવાલમાં ઍક નાનકડી બારી હતી, જે પાછળ નદીકિનારે પડતી હતી. શ્યામાનંદજી મહારાજે ચારપાંચ કદાવર સાથીઓની સહાયથી મૂર્તિ ઊંચકીને નદીના મધ્યભાગે લઈ જઈ, જળમાં ડુબાડી દીધી. વિધર્મીઓની દાનત તેઓ જાણતા હતા. અગાઉ તોડવામાં આવેલાં સર્વ મંદિરોની મૂર્તિઓને મસ્જિદોના પ્રવેશદ્વારમાં ટુકડા કરી કરીને જડી દેવામાં આવી હતી. ભગવાન રામચંદ્રજીની પવિત્ર મૂર્તિની આ દશા ન થાય તેટલા સારું જીવ પર આવીને તેમણે આ સાહસ કરી નાખ્યું હતું. સીતાજી - લક્ષ્મણજી - હનુમાનજીની અન્ય મૂર્તિઓ પણ આ જ રીતે સરકાવી સરકાવીને તેને જળસમાધિ આપવામાં આવી. આ ઉપરાંત ગર્ભગૃહમાં રામચંદ્રજીની ઍક બીજી નાનકડી પ્રતિમા હતી. જેને ઍક જ માણસ ઉપાડી શકે તેમ હતું. તે મૂર્તિ લઈ, તેમણે સાથીઓને કહ્નાં ઃ ‘હું આ મૂર્તિ લઈને ઉત્તરાખંડ ભણી જાઉં છું. કાશીમાં મૂર્તિને રાખવાની વ્યવસ્થા કરીશ. બનશે તો શૂરવીર લોકોની કુમક મેળવીને પાછો આવી ચડીશ અને રામમંદિરને દુષ્ટોના પાશમાંથી મુક્ત કરાવીશ. ત્યાં સુધી તમને યોગ્ય લાગે તેમ કરજો.’ શ્યામાનંદજી આટલું કહી, ઝડપથી અંધકારમાં હોડીમાં બેસી ઉત્તરાખંડ ભણી ઊપડી ગયા. પણ મંદિરના અન્ય પૂજારીઓ-કર્મચારીઓ તથા ભક્તોઍ પ્રાણાંતે પણ મંદિરની રક્ષાનો સંકલ્પ કર્યો. જ્યારે શાહી ફોજ મંદિર પર ત્રાટકી તો મંદિરના અંતેવાસીઓઍ તેમનો માર્ગ કરી લીધો. તેઓ નિઃશસ્ત્ર હતા છતાં લાકડી - પથ્થર ઇત્યાદિ જે કાંઈ હાથમાં આવ્યું તે વડે સામનો કરવા તત્પર હતા. બંદૂકધારી શાહી સિપાઈઓઍ નિર્દયતાથી તેમના પર ગોળીઓ ચલાવી. બ્રાહ્મણોની પહેલી હરોળ ખતમ થઈ તો તેની જગ્યાઍ બીજી હરોળ આવી ગઈ. ધર્માધ અને ક્રોધાંધ નિર્દય આક્રમકોઍ તલવારથી તેમનાં શીર કાપી નાખ્યાં. શ્રી રામજન્મભૂમિની ચોખટ પહેલીવાર હુતાત્માઓના રકતમાં ડૂબી રક્તરંજીત બની ગઈ. રક્ત તરસ્યા મૂર્તિભંજકોની ઉન્માદી ભીડ મંદિરમાં ઘૂસી ગઈ. પણ ત્યાં તેમને કોઈ મૂર્તિ મળી જ નહીં. મૂર્તિઓ હાથ નહીં લાગતાં ઉશ્કેરાયેલા નર પિશાચોઍ બહાર આવીને તોપો વડે મંદિરની સર્વ દીવાલો જમીનદોસ્ત કરી દીધી. મંદિર તોડવાની પબર આગની તરેહ આસપાસના ઇલાકાઓમાં ફેલાઈ ગઈ. જો કે પ્રશાસને પૂરી ચુસ્તીથી લોકોને રોકવાનો સખત પ્રયત્ન કર્યો કે, જેથી ઉશ્કેરાયેલા હિંદુઓ અયોધ્યામાં પ્રવેશ કરી ન શકે. છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અયોધ્યામાં દાખલ થઈ ગયા. ધર્મની વેદી પર પોતાની પ્રાણાહુતિ દેનારાઓની સંખ્યા પ્રત્યેક પળે વધતી જતી હતી. બલિદાનની પરંપરાગત ભાવનાનુસાર મંદિરને ધ્વસ્ત કરવાના કુકૃત્યના વિરોધમાં માત્ર ત્રણ જ દિવસમાં ઍક લાખ છૌતેર હજાર હિંદુઓઍ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર ચારે જ્ઞાતિના લોકો ઉપરાંત નવાઈ તો ઍ છે કે, રામમંદિરમાં નિત્ય આવતા કેટલાક મુસ્લિમોઍ પણ આ પવિત્ર જંગમાં હિંદુઓને પડખે રહીને શહાદત વહોરી હતી. જ્યારે જંગ પૂર જોશમાં જામ્યો હતો ત્યારે ફકીર જલાલશાહે બુલંદ અવાજે પોકાર કર્યો કાફિરોના રક્તથી ગારો પેદા થયો છે તેની સાથે લખૌરી ઊંટો ગોઠવીને મસ્જિદની નીંવ નાખવામાં આવશે. જોકે, મીર બાંકી તાશ્કદીઍ પાછળથી બાબર પાસે ઍકરાર કર્યો હતો કાફિરો આટલો સખત મુકાબલો આપશે તેવી મને કલ્પના ન હતી. ઍટલે ફોજી તૈયારી ઓછી પડી. કાફિરો તો નદીમાં ચઢતી બાઢની જેમ સતત વધતા જ ગયા અને ધસતા રહ્ના. વળી તેમને ઍક અણધારી કુમક પણ મળી ગઈ. ક્યાંથી આવી ચડી હતી આ કુમક... જે સમયે મીર-પીર અને ફકીરની જાલિમ ત્રિપુટી હજારો મલેચ્છોની સાથે મંદિરનો ધ્વંસ કરવામાં લાગી હતી તે સમયે ભીટી રિયાસતના મહારાજા મહેતાબસિંહ પોતાના મોટા રસાલા સાથે ત્યાંથી પસાર થઈ રહ્ના હતા. આ ભીટી રિયાસત અયોધ્યાથી કરીબ ત્રીસ માઈલની દૂરી પર અને ફૈઝાબાદ જિલ્લામાં આવેલી છે. મહારાજ તો બદ્રીનાથ ધામની યાત્રાઍ નીકળ્યા હતા. તેમનો ઈરાદો ઍવો હતો કે, વચ્ચે જ અયોધ્યા આવતું હોવાથી રામમંદિરમાં પણ દર્શનનો લાભ લઈ લેવો. અયોધ્યા આવતાં જ તેમને દુર્ગદ્વાર પાસે રોકવામાં આવ્યા. હકીકતથી માહિર થતાંની સાથે જ તેમનો ગુસ્સો જ્વાલામુખીની તરેહ ભભૂકી ઊઠ્યો. યાત્રા સ્થગિત કરીને તેઓ રામજન્મભૂમિના પવિત્ર ધર્મયુદ્ધમાં જોડાઈ ગયા. ઍક સૈનિકને દોડાવીને તેણે ભીટીના સેનાપતિ પર સંદેશો મોકલ્યો ‘સમગ્ર રિયાસતના સમસ્ત સૈન્યને લઈને શીઘ્રતયા અયોધ્યા પહોંચી આવો.’ પછી તેમણે પોતાના રસાલા સમક્ષ યાદગાર ભાષણ આપતાં ઉચ્ચાર્યું ઃ ‘હવે બદ્રીધામ નહીં-સ્વર્ગધામની યાત્રા કરવી છે.’ સેનાનું આગમન થતા જ તેમણે પોતાના માણસોને ચાર ભાગમાં વહેંચી નાખ્યા. સત્તર દિવસ પર્યત ખૂનખાર જંગ જામ્યો. તેમનો દેહ પડ્યો ત્યારે તેમણે અયોધ્યાના લોકોને કહ્નાં હું જાણતો જ હતો કે, શાહીસેના સાથે મુકાબલો કરવો આસાન નથી. સત્તર દિવસ દરમ્યાન અન્ય હિંદુરાજાઓ મદદે દોડી આવ્યા હોત તો અવશ્ય વિજયની દેવીઍ આપણને વરમાળા પહેરાવી હોત, પરંતુ વિજય- પરાજયનો ખ્યાલ રાખ્યા વગર જ તમે આ જ રીતે સામનો કરતા જ રહેજો. શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી મંદિરના પથ્થર પર શત્રુના હાથે ઍક પણ લકીર પડવા ન દેજો. મહાન રાજા મહેતાબસિંહનું બલિદાન રામભૂમિની તવારીખમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂક્યું છે. અલબત્ત, રાજા મહેતાબસિંહ રામભૂમિની રક્ષા તો ભલે ન કરી શક્યા પણ તેના અદ્ભુત આત્મ બલિદાને તમામ આર્યવીરોના રક્તમાં આગ સીંચી દીધી. લગાતાર સંગ્રામ ચાલતો જ રહ્ના. મર્યાદા પુરુષોત્તમના આદર્શોની વેદી પર લાખો હિંદુઓ પ્રાણાર્પણ કરતા રહ્ના. આમ ને આમ વરસ વીતી ગયું. બાબર મરી ગયો. મહિનાઓથી તેણે સંજ્ઞા ગુમાવી દીધી હતી. મરતી વખતે તે હુમાયૂન માટે ટળવળતો હતો. અરે, તેનો ઍક પણ દીકરો તેની પાસે હાજર ન હતો ! અલ્લાહનો ઈન્સાફ પણ કેવો અદ્દલ છે ? રામભૂમિ પર લાખો હિંદુઓની સામે મુગલોની વિશાળ સેનાને લડવા માટે રોકાઈ રહેવું પડ્યું. ઍટલું જ નહીં સેનાની ખુવારીનો કોઈ સુમાર જ રહ્ના નહીં. દૌલતનું પણ ઍટલું જ આંધણ થયું. પરિણામે હુમાયૂનને તખ્તનશિની સાથે જ માણસો - નાણાં અને સાધનોની સખત ખેંચ પડી ગઈ. ઉપરાંત હિંદુઓ અને શૂરવીર ક્ષત્રિયોનો પણ તેણે સાથ અને સહાનુભૂતિ ગુમાવ્યાં. તેના ત્રણે ભાઈઓ - કામરાન - હિંદાલ અને મિરઝાં અશ્કરી તેની સામે બળવો કરીને તેના શત્રુઓ સાથે ભળી ગયા. શેરશાડ નામના મોગલોના જ ઍક અફઘાન સેનાનીઍ તેની સામે પડી, તેનો મોટાભાગનો પલક પડાવી લીધો. હુમાયૂનની સર્વ સેના નબળી પડી ગઈ હતી... અને ગુજરાતથી બંગાળ સુધી દુશ્મનો અળશિયાંની તરેહ ફૂટી નીકળ્યા હતા. આખરે કનોજ આગળ શેરશાહે તેને નિર્ણયાત્મક હાર દઈ, આગ્રા-દિલ્હી કબજે કરી તેને તગડી મૂક્યો. થોડાક ગણતરીના જ વફાદાર માણસો સાથે મહિનાઓ પર્યંત રણમાં રઝળી-રખડીને ભિખારી દશામાં તેને ઈરાનના શાહ તમ્હાસ્પનો આશ્રય લેવાની ફરજ પડી. તેની સગી અને સર્વ સાવકી માતાઓ, સગી અને સાવકી બહેનો અને અન્ય કુટુંબીજનોને કાબુલમાં કામરાનને આશરે જવું પડ્યું જે કામરાન પહેલેથી જ ભાઈના સ્વરૂપમાં હુમાયૂનનો કટ્ટર શત્રુ હતો. જેને પાછળથી આંખો ફોડાવીને કેદમાં નાખવામાં આવ્યો હતો. આનું જ નામ અલ્લાહનો ઈન્સાફ ! અને પેલા ત્રણ મીર, પીર અને ફકીરનું શું થયું ? હુમાયૂન ઈરાન નાસી જતાં શેરશાહે તેનાં પૂરાં સામ્રાજ્ય પર સત્તા જમાવી દીધી. અયોધ્યા પર આક્રમણ કરતાં મીર બાંકીઍ તેનો સામનો કર્યો. શેરશાહે તેને પકડી, તોપને મોઢે બાંધી ઉડાવી દીધો. સદાયનો ધનલોભી ફકીર જલાલશાહ હાથમાં આવ્યું તેટલું ધન લઈ નાઠો. પણ મધ્ય હિંદનાં જંગલોમાં ઠગ લોકોઍ તેનો પાત કરી તેનું ધન લૂંટી લીધું. પીર ફજલ અબ્બાસ મુસા આશિકાનની ઍક માત્ર ઇચ્છા રામભૂમિ પર મસ્જિદ બાંધી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની હતી. તેની મકસદ પાર તો પડી ખરી. વીતતા સમય દરમ્યાન જેમ જેમ રક્ત રેડાતું ગયું તેમ તેમ મસ્જિદ પણ બંધાતી ગઈ. પણ તે પૂર્ણ થયા પછી તેમાં ઍક પણ નિમાઝ પઢવાનો તેને મોકો જ ન મળ્યો. તેને ભયંકર પક્ષાઘાત લાગુ પડ્યો. રિબાઈ રિબાઈને તે મરી ગયો. પણ મરતાં મરતાં પોતાની જાત બતાવવાનું તે ભૂલ્યો નહીં. રામભૂમિથી ફક્ત ઍકાદ ફલ`ગનાં અંતર પર તેનું નિવાસસ્થાન હતું. મરતાં પહેલાં પોતાના મુરીદો અને સાગરિતોને તે સૂચના દેતો ગયો મારા જ મકાનમાં મને દફન કરજો. મારી કબર પર તુરબત બનાવજો જેથી મારા અનુયાયીઓ દરગાહ તરીકે તેની પૂજા કરી શકે... અને મારી દરગાહમાં તરીકે તેની પૂજા કરી શકે... અને મારી દરહા સર્વ માલસામાન રામમંદિરનો જ વાપરજો. અને જેમ બાબુરી મસ્જિદમાં રામમંદિરના ચૌદ સ્તંભ વપરાયા છે તેમાંના જ બીજા બે સ્તંભ પીર મુસાના મકબરામાં વાપરવામાં આવ્યા છે. ઍટલું તો કહેવું જ પડશે કે, હિંદુઓઍ આપેલી પ્રબળ લડાઈનો સામનો કરીને પણ મુસા પીર પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી ગયો. મસ્જિદ અને મકબરો - બેઉ તૈયાર થઈ ગયાં. મંદિરના જ લૂંટાયેલા નાણાંમાંથી આ બધું ઊભું થયું મીર બાંકીઍ મસ્જિદની ભીતર તથા બહાર બે પદ્યબદ્ધ અભિલેખ અંકિત કરાવ્યા છે. ફારસી લિપિમાં કોતરાયેલા ઍ અભિલેખ દ્વારા મસ્જિદના નિર્માણના ઇતિહાસ પર ખાસો પ્રકાશ પડી શકે છે. અંદરનો અભિલેખ આ પ્રમાણે છે. બફરમૂદાયે શાહ બાબરકી અદિલસ બના ઇસ્તતા કારવ-ઍ-ગરદ્ મુલાકી બના કહે ઈ મહબતે કુદસિયાં અમીરે સઆદત નિશાં મીર બાંકી બુવદ ખૈર બાંકી ચુશાલે બનાઈસ ઈ ત્યાં શુદ હી ગુફતમ બુવદ ખૈર બાકી. અર્થ આ પ્રમાણે બાબરશાહની આજ્ઞાથી જેના ન્યાયની ધજા આકાશ સુધી પહોંચે છે, નેક દિલ મીર બાંકી ઍ ફરિસ્તાઓને ઊતરવા માટે આ સ્થાનનું નિર્માણ કર્યું છે. ઍની કૃપા સદા બની રહે. હિ બુવદ પૈર બાકી - બુવદ ખૈર બાકી - આ વાક્ય વડે આ મસ્જિદના નિર્માણની તિથિ મળી આવે છે. બાબરના મૃત્યુનું વરસ અને આ અભિલેખનું વરસ ઍક જ છે. મતલબ કે બાબરની હયાતીમાં જ બાબુરી મસ્જિદ પૂરી બંધાઈ ગઈ હતી. મસ્જિદની બહારની દીવાલ પરના અભિલેખની કેવળ છ પંક્તિઓ કોઈક રીતે વાંચી શકાય છે. બાકીની હવે કાળના ઘસારાથી અપઢનીય બની ગઈ છે. છ પંક્તિઓ આ પ્રમાણે છે બનામે યૌ કિ દાનાહસી અકબર કિ ખાલિક જુમલા આલમ લામકાની દુરુ દે મુસ્તફા બાદ જ સતાયશ કિ સરવર અંબેયાયે દો જહાની ફસાના દર જહાં બાબર કલંદર કિ શુદ દર દૌરે ગેતી કામરાની અર્થ આ પ્રમાણે ‘દુનિયાનો સર્જક અલ્લાહ - તેના રસૂલ જેઓ સર્વ પયગમ્બરોના સરનશીન છે. તે તારીફને પાત્ર છે. બાબર કલંદર - ઍટલે કે ફકીર સમાન ત્યાગી છે...’ પરંતુ આગલી બે લીટીઓ અવાચ્ય હોવાને કારણે સમગ્રતયા અર્થ સમજવો કઠિન બની રહે છે. સાર મુખેસર ઍટલો જ કે રામભૂમિ-મંદિર તોડવાનું જે કુચક્ર ચાલ્યું તેને માટે હિંદુઓ તો શું - સમજદાર મુસલમાનો પણ કબૂલ કરે છે કે, દુષ્ટ ફકીરોના કુચક્રમાં પડીને બાબરે આ ઘોર પાપ આચર્યું તારીખ પારીના મદીનતુલ ઓલિયા નામક ઉર્દૂ કિતાબમાં તેના મુસ્લિમ લેખકે આ કુકર્મ માટે મીર બાંકી તથા પીર - ફકીરને જિમ્મેદાર ઠરાવ્યા છે. પરંતુ બાબરની હયાતીના ઍક વરસ દરમ્યાન પણ રામભૂમિ પર સાત મોટાં યુદ્ધ ખેલાયાં હતાં. તે સિવાય પણ સંઘર્ષ સતત ચાલતો જ રહ્ના. (વધુ આવતી કાલે...)