Vishesh News »

આંબાતલાટ અને ઉકતાથી ખેરનો જથ્થો ઝડપાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૨ ઃ ધરમપુરના આંબાતલાટગામેથી રૂ.૫૦હજારની કિંમતના ખેરના હાથ ઘડાઈના ૧૪૨નંગ જથ્થા સાથે પીક ટેમ્પો વન વિભાગે ઝડપી પાડ્યો હતો. બીજા બનાવમાં ઉકતા ગામે માલિકીની જગ્યામાંથી રૂ. ૨૦હજારની કિંમતના કપાયેલી હાલતમાં ૧૦ ખેરના ઝાડ કાપેલી હાલતમાં મળી આવ્યા હતા,બંને બનાવમાં વન વિભાગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધરમપુર-વાંસદા માર્ગ આર ઍફ ઓ હિરેન પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં. જે દરમિયાન તેઓને ઉપરોક્ત માર્ગે પીક અપ ટેમ્પો નંબર જી.જે ૧૨.ઍ.વી ૫૫૬૯ માં હાથ ઘડાઈનો ખેરનો જથ્થો પસાર થઇ રહ્ના હોવાની બાતમી મળતા,આંબા તલાટ ગામે વોચ ગોઠવી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ બાતમી મુજબનો પીક અપ ટેમ્પાને અટકાવવાનો ઈશારો કરતા, પીક અપ ટેમ્પો ચાલક ટેમ્પાને થોભાવી અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. પીક અપ ટેમ્પામાં તપાસ કરતા રૂ. ૫૦૦૦૦ની કિંમતના હાથ ઘડાઈ ના ૧૪૨નંગ, જેનું મોજ માપ કરતા ૦૧,૩૬૬ ઘ. મી, ટેમ્પાની કિંમત રૂ.૫,૦૦૦૦૦ મળી કુલ્લે રૂ.૫,૫૦,૦૦૦ના મુદ્દામાલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં ધરમપુરના ઉકતા ગામના રાહાડ ફળીયા ખાતે આવેલ માલીકીની જગ્યામાં ખેરનો જથ્થો કાપવામાં આવ્યો હોવાની ધરમપુર વન વિભાગના આર ઍફ ઓ હિરેન પટેલને માહિતી મળી હતી, માહિતીના આધારે વન કર્મીઓ ઉપરોક્ત સ્થળે પહોંચી તપાસ કરતા,ઝોપકીબેન લાહનભાઈ દિવાના માલીકીના સર્વે નંબર ૩૮૪ માં ૧૦ ખેરના કપાયેલા ઝાડના થડ તથા ૩૧નંગ ખેરના ટુકડા મળી આવ્યા હતાં. વન કર્મીઓઍ ખેરના જથ્થાને ધરમપુર ડેપો ખાતે લાવી મોજમાંપ કરતા ૦. ૯૯૯ ઘ.મી જેની કિંમત રૂ.૨૦, ૦૦૦, કબ્જે લેવાયેલા ખેરના જથ્થા બાબતે જમીન માલિક સામે ગુનો નોંધી, ખેરનો જથ્થો માલીકી કે પછી કોઈ વેપારીઓ દ્વારા કાપવામાં આવ્યો જે બાબતે આર ઍફ ઓ હિરેન પટેલે તપાસ હાથ ધરી છે.