Vishesh News »

હાલોલમાં વલસાડના ભાવનાબેન મિસ્ત્રીનું વ્યાખ્યાન યોજાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૨ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ ઊંટડી ગામે આવેલી શાંતાબેન હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય ઍ હાલોલ ની રાઈકેમ્પ આર.પી.જી. કંપનીમાં વ્યાખ્યાન યોજાયું હતું જેમાં કંપનીમાં કામ કરતી ૬૦ જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. હાલોલમાં આવેલ ર્ય્ીક્કણૂત્ર્ફૂ ય્ભ્ઞ્ કંપનીમાં સાંઠથી વધુ મહિલા કર્મચારીઓ કામ કરી રહ્ના છે. આ મહિલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વલસાડના ભાવનાબેન મિસ્ત્રીનું વ્યાખ્યાન યોજાયું હતું. ભાવનાબેન સામાજિક કાર્યો અને મહિલા ઉત્થાનના કાર્યો બદલ અનેક ઍવોર્ડથી પુરસ્કૃત થયેલા છે. આ કાર્યક્રમમાં ભાવનાબેન મિસ્ત્રીઍ મહિલાઓના મનને તંદુરસ્ત બનાવવાના અને પરિવાર સાથે તથા કામના સ્થળે પ્રસન્ન રહી કામ કરવાના નુસ્ખાની અનેક ઉદાહરણો દ્વારા સમજ આપી હતી. સંગીત અને નૃત્ય, યોગ, મેડિટેશન વગેરે દ્વારા તન-મનની પ્રસન્નતા કેળવવાની વાત કરી હતી. કાર્યક્રમ બાદ કંપની તરફથી મહિલાઓ માટે ભોજન તથા મનોરંજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ર્ય્ીક્કણૂત્ર્ફૂ ય્ભ્ઞ્ કંપની તરફથી ભાવનાબેનને સુંદર ભેટ અર્પણ કરવામાં આવી હતી.