Vishesh News »

વાપીની કેબીઍસ કોલેજમાં ફલ્લ્ની વાર્ષિક શિબિર યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૨ : અત્રે ચણોદ સ્થિત કે.બી.ઍસકોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત ઍન.ઍસ.ઍસ. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ કાર્યરત છે. આખા વર્ષ દરમ્યાન ઍન.ઍસ.ઍસ. ના સ્વયં સેવકો વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તેમજ જાગૃતિના પોગ્રામમાં જોડાઈને વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને છે. સદર કોલેજના ઍન.ઍસ.ઍસ. યુનિટનો વાર્ષિક શિબિર ભારત સેવા સંસ્થા, સંચાલિત ઉચ્ચતર માઘ્યમિકશાળા ભેંસદરા મુકામે યોજાયો હતો. શિબિરના ઉદ્ઘાટનમાં સંચાલન મંડળના ટ્રસ્ટી અનિલભાઈગોયલ તેમજ મહેશભાઈ શાહ તથા સ્કુલના આચાર્ય વંદનાબેનસોલંકી અને ડો.સી.કે.પટેલ ડાયરેકટર કે.બી.ઍસ. કોલેજ, વાપી હાજર રહ્ના હતા. મહાનુભવો ઍ ઍન.ઍસ.ઍસ. ના સ્વયંમસેવકો તેમજ સ્કુલના વિદ્યાર્થીઓને ઍન.ઍસ.ઍસ. ના કાર્યની વિગતવાર માહિતી આપતા વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોઘ કર્યો હતો. શિબિરના સાહ દરમ્યાન પ્રેરણાત્મક વક્તવ્યો, ગામના ખેડુતોને મશરૂમની ખેતીની તાલીમ, કુદરતી આપાતકાલીન દરમ્યાન સ્વ-બચાવ માટેની તાલીમ,રોટરી આઈ ઈન્સ્ટીસ્ટ્યુટ નવસારીના સહયોગથી મફત આઈ ચેક-અપ, ચશ્મા વિતરણ તેમજ ૩૪ દર્દીઓ માટે મોતિયાના ઓપરેશનની સેવા આપતા ૨૬૦ ગ્રામજનો અને ૧૪૦ વિઘાર્થીઓને લાભ પ્રા થયો. ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારર્કીદી માર્ગદર્શન,વ્યક્તિગત સ્વચ્છતા પર આરોગ્ય સંભાળ સેમીનારનું આયોજન કરી ડો. ચિંતન પટેલ તરફથી ૧૪૦ દવાની કીટ પૂરી પાડવામાં આવી હતી. ધરમપુર સાયન્સ સેન્ટરના સહયોગથી મોબાઈલ વાન દ્વારા હાયજીન અને સેફટી બાબતે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તથા રાત્રી દરમ્યાન આકાશ દર્શન પ્રોગ્રામનું આયોજન કર્યુ હતું. આ ઉપરાંત ઍન.ઍસ.ઍસ. સ્વયંસેવકોઍ ગ્રામજનોની મુલાકાત લઈ ગ્રામ્યજીવનની માહિતી લેતા સમાજમાં ચાલતા કુપોષણ, વ્યસનમુક્તિ તથા શિક્ષણ માટે શેરી નાટકો કરીને જાગૃત કર્યા હતા. ગ્રામજનો માટે રાત્રિ દરમ્યાન વિવિઘ સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમતોનું આયોજન કરેલુ હતું. કેમ્પ દરમ્યાન દરરોજના રસોઈકામની વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી તથા શાળા અને ગામની સફાઈ, રંગકામ કાર્ય, મંદિરની સફાઈ કરવામાં આવી હતી. શિબિરના સમાપન પ્રસંગે અતિથિ વિશિષ તરીકે કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણ તેમજ ડો. હિરેન પ્રજાપતિ (સાયન્સ ચીફ કો- ઓર્ડિનેટર) અને ડો. ચિંતન પટેલ (ટ્વીનસટીક્લીનીક, વાપી) હાજર રહ્ના હતા.