Vishesh News »

બોદલાઈના મંદિપ ભાથીવાલાને ડોકટરની પદવી મળી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ : વલસાડ તાલુકાના બોદલાઈ ગામે રહેતા ભાથીવાલાનો પુત્ર ઍ ડોક્ટરની ઇન્ટેનશીપ સ્મિમેર મેડીકલ કોલેજ માથી ડોક્ટર તરીકેની પદવી મેળવી માહ્નાવંશી સમાજનું નામ રોશન કરતા ઍમ ઍસ. પી. સંઘ ના પ્રમુખ તથા હોદ્દેદારો ઍ શુભેચ્છા પાઠવી હતી. વલસાડ તાલુકાના બોદલાઈ ગામે રહેતા સુરેશભાઈ અને નિલાબેન ભાથીવાલાના પુત્ર ડો મદિંપકુમાર ભાથીવાલા ડોક્ટરની ઇન્ટેનશીપ સ્મિમેર મેડીકલ કોલેજ માથી પુણ કરી ડોક્ટર તરીકેની પદવી મેળવી છે. ગત વર્ષ પ્ગ્ગ્લ્ ની પરીક્ષા પાસ કરતા સંધની વલસાડ શાખા દ્રારા સન્માન થયું હતું. ડોક્ટરની પેકટીસ માટે સરકાર તરફથી મંજુરી મળતા નિયન મુજબ ઍક વષ ઍઓ ફ્રી મેડીકલ સેવા આપશે. મંદીપ ડોક્ટર બનતા માહ્નાવંશી શિક્ષણ પ્રચારક સંઘ વલસાડ શાખા પ્રમુખ ધીરજ ભાઈ હલધર તથા હોદ્દેદારો ઍ શુભેચ્છા પાઠવી હતી. માહ્નાવંશી સમાજમાં છેલ્લા ૧૨કે વધુ વર્ષમાં સમાજની ૧૪ દિકરીઓ ડોક્ટરની પદવી મેળવી ત્યારે આ મંદીપ ભાથીવાલા ઍ સમગ્ર ભાઇ ઓ નુ સન્માન વધારી ઍક દિકરો ડોક્ટર બનતા આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ ગઈ છે. વલસાડ ના બોદલાઈ જેવા ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય પરિવાર માં રહેતા માતા પિતાઍ પરિશ્રમ કરી પોતાના દીકરાને ડોક્ટર બનાવતા પરીવાર માટે ગૌરવની વાત છે.