Vishesh News »

ભાગડાવડામાં યોગ શિબિર યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ : મહાશિવરાત્રીના પાવન પર્વે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૪૧ જગ્યાઍ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, વલસાડ જિલ્લામાં ભાગડાવડા ગામના દાડીયા ફળિયા ખાતે આવેલ જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનો યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આપસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ ભાગડાવડા ગામના સરપંચ ધર્મેશભાઈ પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના, મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલન કરી પ્રભુ શિવની આરતી સાથે શિબિરની શરૂઆત કરી હતી. યોગ શિબિરમાં ડીવાઇન માર્શલ આર્ટસ ઍન્ડ સ્પોર્ટ્સ ઍકેડમીના યોગાસન ખેલાડી, યોગ ટ્રેનર ચંગુના સુરવસે ઍમના બાળકો સાથે, સેટ આર જે.જે. ઇંગ્લિશ મીડિયા સ્કૂલ,યોગ ટ્રેનર ચિત્રાંગી ભટ્ટ અને ટીમ તથા યોગ ટ્રેનર સાન્તા દાસ દ્વારા આદિયોગી શિવના ધુંન અને સંગીત પર યોગ પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યારે ધારાસભ્ય ભરતભાઈઍ વલસાડ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યના વખાણ કરી પ્રથમ વાર ધાર્મિક પર્વને યોગ સાથે જોડી ને ઉજવવા માટે જિલ્લા સંયોજક નિલેશ કોસીયા તેમજ વલસાડ જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર વલસાડ જિલ્લામાંથી લગભગ ૫૦૦ જેટલી સંખ્યામાં લોકોઍ મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે યોગ અભ્યાસ કરી શિવની આરાધના કરી શિવની વંદના કરી હતી, અંતે તનુજાબેન આર્યઍ મહેમાનો તથા શિબિરના લાભાર્થીનો આભાર માની વલસાડ જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.