Vishesh News »

વલસાડ રેલવે વિભાગ દ્વારા અવરજવરના રસ્તાઓ ઍકાઍક બંધ કરી દેતા હજારો લોકોને ભારે હાલાકી

વલસાડનો પત્ર કમલેશ હરિયાવાલા, વલસાડ પડ્ઢિમ રેલવે વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રેલ્વે સ્ટેશનની આજુબાજુના પ્રવેશદારોને દિવાલ કે લોખંડની ઍંગલ નાખી બંધ કરી દેવામાં આવતા હજારો લોકો, વાહન ચાલકોને ભારે તકલીફો પડી રહી છે. રેલ્વે દ્વારા રસ્તાઓ બંધ કરવા બાબતે ધારાસભ્ય રહીશોઍ અવારનવાર રેલવે વિભાગને રજૂઆતો કરી છે. તેમ છતાં રેલવે દ્વારા પોતાની હદના રસ્તાઓ બંધ કરી દીધા છે. હાલમાં પડ્ઢિમ રેલવે દ્વારા વલસાડ રેલવે સ્ટેશન ને નવું બનાવી સ્ટેશનની કાયાપલટ કરી દેવામાં આવી છે. વલસાડ રેલ્વે સ્ટેશન નજીક હોવાથી ૨૦ થી ૨૫ કિમી સુધીના ગામડામાંથી રહીશો નોકરીયા તો કે વિદ્યાર્થીઓ વલસાડ રેલવે સ્ટેશન પર ઍક્સપ્રેસ કે લોકલ ટ્રેનનો પકડી મુંબઈ થી અમદાવાદ તરફ મુસાફરી કરતા હોય છે. વલસાડ રેલવે સ્ટેશનના પૂર્વ વિભાગમાં રેલવેની કોલોની રહીશુંના મકાનો પડ્ઢિમ વિભાગમાં થી વલસાડ શહેરના મોગરાવાડી ઍને ધરમપુર રોડ પર કેટલીક રેલવે કર્મચારીઓને રહેવા માટે કોલોની અને મકાનો આવેલા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રેલવે તંત્ર વિભાગ દ્વારા કલ્યાણી બાગ રીક્ષા સ્ટેન્ડ થી લઈ આરપીઍફ મેદાન સુધી રેલવે વિભાગે અવરજવર કરવાના રસ્તાઓ બંધ કરી દીધા છે. ધરમપુર રોડ પર આવેલ લાલ ચર્ચની બાજુમાંથી તમને કોલોનીમાં જતો રસ્તો છેલ્લા કેટલાક મહિનાઓથી પતરા અને પથ્થરો મૂકી બંધ કરી દેવામાં આવતાં કોલોનીમાં રહેતા રહીશો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ રેલવે વિભાગ દ્વારા વલસાડના કલ્યાણ બાદ પાસે આવેલા અતુલ રોડ પરના રિક્ષા સ્ટેન્ડ થી આરપીઍફ સુધી લાંબી ૧ કિમી જેટલી દીવાલો બનાવી કાયમ માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડ રેલ્વે સ્ટેશન નજીક હોવાથી ટ્રેન પકડવા માટે નોકરીયાતો, વિદ્યાર્થીઓ, શહેરીજનો કે અન્ય મુસાફરો આ ઉપરાંત રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. રેલવે કોલોની અને સ્ટેશન તરફ જતો રસ્તો અચાનક જ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. તો વર્ષોથી વલસાડના યુ ડી પી સામે આવેલા રેલ્વે કોલોની માં જતા રસ્તો પણ બંધ કરી દેવામાં આવતા હજારો વિસ્તારના રહીશો અને વાહનચાલકોને ભારે તકલીફો પડી રહી છે. રેલ્વે દ્વારા કલ્યાણ વાઘ રિક્ષા સ્ટેમ્પ થી આરપીઍફ ગ્રાઉન્ડ સુધી વિસ્તારમાં દીવાલો બનાવી દેવા બાબતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જે અંગે વલસાડ જિલ્લા કલેકટરો પડ્ઢિમ રેલવેના મંત્રીને, તેમજ રેલવે ડિવિઝન વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી. તો વિસ્તારમાં રહીશું ઍ રસ્તો ખુલ્લો કરવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર ઍમને રેલ્વે વિભાગ તેમજ જિલ્લા કલેકટરને પણ આવેલી પત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં રેલવે વિભાગ દ્વારા તેમની હદમાં આવતા તમામ રસ્તાઓ કાયમ માટે બંધ કરી દેવામાં આવતા હજારો લોકો, વાહન ચાલકો રહીશો ને ભારે તકલીફો વેઠવાનો વાર આવ્યો છે.