Vishesh News »

દાનહમાં સ્કોલરશીપના મુદ્દે વિદ્યાર્થીઅોની ભૂખ હડતાલ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૧ ઃ દાનહમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રશાસન દ્વારા હજુ સુધી સ્કોલરશીપ આપવામાં ન આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓઍ રેલી કાઢી અને કલેકટર કચેરીની બહાર ભૂખ હડતાળ પર બેઠા હતા. વિદ્યાર્થીની હડતાલને પગલે પોલીસ અને પ્રશાસન પણ દોડતું થયું હતું. સરકારની યોજના અંતર્ગત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના હાલે બંધ છે. થોડા દિવસ અગાઉ જ વિદ્યાર્થીઓ દ્વારા રેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ ન મળતા આજરોજ તેઓ કલેકટર કચેરીની બહાર હડતાલ પર બેઠા હતા હડતાલમાં તેઓ સૂત્રચાર કરીને ભ્રષ્ટાચાર બંધ કરો અમારી સ્કોલરશીપ આપો જેવાં નારાઓ લગાવ્યા હતા. સૂત્રચાર કરી વિરોધ દર્શાવી રહેલા વિદ્યાર્થીઓને સમજાવવા પ્રસાસનના અધિકારીઓ પ્રયત્ન કર્યો હતો પરંતુ વિદ્યાર્થીઓ માનવા તૈયાર ન હતા અને કલેક્ટર કચેરી બહાર ભર તડકામાં બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા બેટી પઢાવો બેટી બચાવોના નારા સાથે અનેક યોજના બનાવીને ગરીબ આદિવાસી અને જરૂરતમંદ વિદ્યાર્થીઑ માટે શિક્ષણ સહાય યોજનાની જાહેરાત કરાઇ હતી. પરંતુ જ્યારે આવી સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરતાં શિક્ષા સહાય નહીં મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.