Vishesh News »

જીલ્લામાં પ્રથમ દિવસે ધો. ૧૦માં ૨૭,૫૯૫ અને ધો. ૧૨ માં ૧૪,૨૪૮ વિદ્યાર્થીઅોઍ બોર્ડની પરીક્ષા આપી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ સમગ્ર ગુજરાતની સાથે આજે વલસાડ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થતા વલસાડની શહેરની હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને છોડવા માટે પોતાના વાલીઓ ભાઈ બહેનો આવ્યા હતા. બોર્ડની પરીક્ષાના આજે પ્રથમ દિવસે ધોરણ ૧૦ ના ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી ઉર્દુ ભાષાની પરીક્ષામાં કુલ ૨૮,૧૬૮ વિદ્યાર્થીઓમાંથી ૨૭,૫૯૫ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૫૭૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. બપોર બાદ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નામાંના મૂળતત્વો વિષયમાં ૭,૦૮૫ વિદ્યાર્થીઓમાંથી ૭ ૨૦૧૭ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી જ્યારે ૬૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા.તો વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનમાં કુલ ૭,૩૯૭ વિદ્યાર્થીઓમાંથી ૭૨૩૧જ્યારે ૭૨૩૧ વિદ્યાર્થીઓ હાજર અને ૧૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા ના પ્રથમ દિવસે કોઇપણ ગેરરીતિ નો કેસ નોંધાવા પામ્યો ન હતો. શાળાની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે. આજથી સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની સાથે વલસાડ જિલ્લામાં પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષાઓ શરૂ થતા પોતાના દીકરા-દીકરીઓને માતા-પિતા વાલીઓ ભાઈ-બહેનો શાળા સુધી છોડવા માટે આવ્યા હતા.જ્યારે વલસાડ શહેરની હાઇસ્કુલ બહાર પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા દીકરા- દીકરીઓને પોતાના વાલીઓ ભાઈઓ-બહેનો ગેટ સુધી છોડવા માટે આવ્યા હતા. વલસાડ જિલ્લામાં આજે પ્રથમ દિવસે ધોરણ ૧૦ નું ગુજરાતી વિષયના પેપરમાં ૧૧૧૮૪ વિદ્યાર્થીમાંથી ૧૧ ૪૭૬ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૨૯૨ વિદ્યાર્થીઓ ગેરહાજર, અંગ્રેજી વિષયમાં કુલ ૧૭૩૭ વિદ્યાર્થીઓમાંથી ૧૭૨૮ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૯ વિદ્યાર્થીઓ ગેરહાજર, હિન્દી વિષયના પેપરમાં ૬૭ વિદ્યાર્થીઓમાંથી ૬૭ વિદ્યાર્થીઓ હાજર રહ્ના હતા.આમ ધોરણ ૧૦ પરીક્ષામાં કુલ ૨૮ ૧૬૮ વિદ્યાર્થી માંથી ૨૭૫૯૫ વિદ્યાર્થી હાજર જ્યારે ૫૭૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. બપોર બાદ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું નામાના મૂળતત્વો વિષયમાં કુલ ૭,૦૮૫ વિદ્યાર્થીઓમાંથી ૭૦૧૭ વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૬૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં કુલ ૭૩૯૭ વિદ્યાર્થીઓમાંથી ૭૨૩૧ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી જ્યારે ૧૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. વલસાડ જિલ્લામાંથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં સ્કવોડ સુપરવાઇઝરની સતત ચેકિંગ અને ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાના કારણે પ્રથમ દિવસે ઍક પણ ગેરરિતિના કેસ નોંધવા પામ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. શાળાની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે.