Vishesh News »

વાપી કેન્દ્રમાં ધો. ૧૦ના ૧૪,૬૧૬ વિદ્યાર્થીઅોઍ પરીક્ષા આપી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ આજથી શરૂ થયેલી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે વાપી કેન્દ્ર ઝોન ૭૧ માં ધોરણ ૧૦ ના ૧૪, ૮૮૮ વિદ્યાર્થી પૈકી ૨૭૨ ગેરહાજર રહ્ના હતા જ્યારે વાપીમાં કુલ ૧૪,૬૧૬ વિદ્યાર્થીઅોઍ પરીક્ષા આપી જેમાં. ૪૯ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પૈકી ૪૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓઍ પણ બોર્ડની પરીક્ષા આપી હતી. પ્રા વિગત મુજબ આજથી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ હતી જે અંતર્ગત વાપી કેન્દ્રના તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સરસ્વતી પૂજન કર્યા બાદ દરેક વિદ્યાર્થીઓને કુમકુમના તિલક કરી મોં મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો જે અંતર્ગત વાપી કેન્દ્રમાં ધોરણ ૧૦ની પરીક્ષાના પ્રથમ દિવસે ભાષાનું વિષય અંતર્ગત ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ઉર્દુના વિષયોના કુલ ૧૪, ૮૮૮ વિદ્યાર્થી પૈકી ૨૭૨ વિદ્યાર્થી ગેરહાજર રહ્ના હતા જેમાં આજે પ્રથમ દિવસે વાપી કેન્દ્રમાં કુલ ૪૯ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓઍ પણ બોર્ડની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું જે પૈકીના ૪૫ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓઍ વાપી કેન્દ્ર ઉપરથી વિવિધ વિષયોના પેપર આપ્યું હતું આજે વાપી કેન્દ્રો ઉપર ઍકપણ ગેરરેતીનો બનાવ બન્યો ન હતો અને તમામ વિદ્યાર્થીઓઍ બોર્ડની પરીક્ષાના તમામ નિયમોનું ચુસ્ત પાલન અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવામાં આવી હતી જ્યારે પરીક્ષા આપી બહાર નીકળતા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ જેવો સવારે મૂંઝવણ અનુભવતા હતા તેવો બહાર આવતા જ આજનું પેપર ખૂબ જ સરળ રહેતા ખુશખુશાલ મિજાજમાં જોવા મળ્યા હતા.