Vishesh News »

ઉમરગામ ઍમઍમઍસ સ્કુલમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઅો પરીક્ષા આપી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૧ ઃ ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે ઉમરગામ ઍજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ઍમઍમ હાઇસ્કુલ કેન્દ્ર ખાતે પ્રમુખ ઈશ્વરભાઈ બારી મંત્રી ઉલ્હાસ ટંડેલ ખજાનચી બંકિમ ભાઈ શાહ તથા આચાર્ય અને શિક્ષકોઍ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભકામના પાઠવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ દિવસે ઈંગ્લીશ હિન્દી સહિતની ભાષાના વિષયની પરીક્ષા સંપન્ન થઈ હતી. ઍમઍમઍસ સ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. સાથે જ આરોગ્યની ટીમ ખડે પગે ફરજ અદા કરતી જોવા મળી હતી. ફૂલ ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓઍ પ્રથમ દિવસે પરીક્ષા આપી હતી.