Vishesh News »

આજે ન્યૂ પારડી રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ આજે ન્યુ પારડી રેલવે સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમ સવારે ૮ઃ૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ હસ્તે કરાશે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. ભારત દ્વારા રેલવેના માલ પરિવહનની સેવાને વધુ અસરકારક બનાવવા વિવિધ સ્થળે નવા ગૂડ્સ સ્ટેશન તૈયાર કરાયા છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના પારડીમાં પણ ન્યુ પારડી રેલ્વે સ્ટેશન તૈયાર થઈ ગયું હોય, તેનું લોકાર્પણ આજે તારીખ ૧૨ માર્ચના રોજ સવારે ૮.૩૦ કલાકે થશે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી ભારતીય રેલવેના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ/ ઉદઘાટન કરશે. વર્ચુલ કરશે જે અંગે આ ન્યુ પારડી રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સાંસદ ડોક્ટર કે સી પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે.