Vishesh News »

ચીખલી તાલુકામાં ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓઍ પ્રથમ પેપર શાંતિમય રીતે પૂર્ણ કર્યુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૧૪ ઃ આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની શરૂ થયેલી પરીક્ષામાં ચીખલી તાલુકાની વિવિધ શાળાઓમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઇ-બહેનોને શાળાના શિક્ષકો અને આચાર્ય તેમજ ટ્રસ્ટીઓ દ્વારા કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ચીખલી તાલુકાની વિવિધ શાળાઓમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શરૂ થતા વિદ્યાર્થીઓને મુકવા માટે વાલીઓ વહેલી સવારથી જ સ્કૂલમાં આવી ચઢયા હતા જોકે આજથી શરૂ થયેલી પરીક્ષા માટે શાળાના શિક્ષકો આચાર્ય અને શાળાનો ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહી શાળામાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ શાંતિમય રીતે પરીક્ષાઓ આપી શકે તે માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જોકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ચીખલી ઇટાલીયા હાઇસ્કુલ ખાતે દર વર્ષે રોડ ઉપર આવેલ પ્રવેશ દ્વારથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ રસ્તા ઉપર ટ્રાફિકજામ ન થાય તેમ જ વિદ્યાર્થીઓ શાંતિમય રીતે પરીક્ષાઓ આપી બહાર નીકળી શકે તે માટે પાછળના ગેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે ચીખલી તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓઍ શાંતિમય રીતે પ્રથમ પેપર પૂર્ણ કર્યું છે.