Vishesh News »

વાંસદા શ્રી પ્રતાપ હાઈ.માં વિદ્યાર્થીઅોનું ફુલ-ચોકલેટ આપી સ્વાગત કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાંંસદા, તા. ૧૧ ઃ વાંસદા શ્રી પ્રતાપ હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષા નિમિતે ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પોલીસ ટીમ અને લાયન્સ ક્લબ તાલુકા કેળવણી મંડળ, જે.સી.આઇ.વાંસદા દ્વારા બોર્ડમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ફૂલ બોલપેન ચોકલેટ આપી મીઠુ મોઢુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઇસ્કુલ વાંસદા ખાતે બોર્ડની ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને કેળવણી મંડળ પ્રમુખ નટુભાઈ પાંચાલ, આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પદ્યુમનસિંહ સોલંકી, દિનેશ સુરતી વાંસદા પી.ઍસ.આઇ.સિનિયર પી.ઍસ.આઇ.જે.વી. ચાવડા સહિત પોલીસ સ્ટાફ તથા તાલુકા પંચાયત પ્રમુખ દી પટેલ, ગામના સરપંચ ગુલાબ પટેલ, વિરલ વ્યાસ સહિત અગ્રણીઓ ફૂલ ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.