Vishesh News »

બિલપૂડીમાં સાંસદ ડો. કે.સી.ઍ ભાંગરો વાટયા પછી માફી માંગવી પડી વડાપ્રધાન મોદીના ઈ-સંવાદ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીની હાજરીમાં આદિમજાતિના માંસાહાર વિશે કરેલો ઉલ્લેખ સાંસદને ભારે પડયો ઃ સાંસદ અને ધરમપુરના ધારાસભ્યઍ માફી માંગી મામલો થાળે પાડયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૫ ઃ ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દેશના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે બીલપુડીગામે યોજાયેલ સીધો વર્ચ્યુઅલ લોકસંવાદ કાર્યક્રમમાં સાંસદ ડૉ.કે.સી પટેલે કોસમકુવાના આદિમજુથના મરેલા પશુનું માસ આરોગતા હોવાનો બફાટ કરતા, રોષે ભરાયેલા આદીમજૂથના યુવાનો સમક્ષ માફી માગવાની ફરજ ઉભી થઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામની શાળાના પટાંગણમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન દરમિયાન સાંસદ ડો.કે.સી.પટેલે તેઓઍ તેમના ધારાસભ્ય પદને વાગોળતા જણાવ્યુ હતુ કે તેઓનાં મત વિસ્તારમા વેલવાચ અને કોસમકૂવા ગામ આવતા હોય, કોસમકૂવા ગામમાં સંજ્યભાઈ નામના આદિમ જૂથના ઍક ભાઈ હતા, તેમની વ્યથા જણાવતા કહ્ના હતું કે સંજયભાઈને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી સાથે ગયા હતાં.જ્યાં તેમણે સ્વામિનારાયણ ધર્મને અંગીકાર કરી, સંજયભાઈઍ જણાવ્યુ કે તેઓ ખાવા માટે મરેલા ઢોરનું માસ ખાતા હતાં. અમે ધર્મ આપનાવ્યે છે અને માંસ કે વ્યસન બધું જ છોડીઍ છીઍ,જોકે સાંસદના ઉદબોધનથી નારાજ થયેલા આદીમજૂથના અગ્રણીઓમાં રોષ ફેલાવવા ઉપરાંત જ્યાં કોસમકૂવાના ઉપસ્થિત સંજયભાઈઍ તેઓ આવુ બોલ્યા ન હોવાનું જણાવતા સાંસદ કે.સી.પટેલ અન્ય કોઈ સંજ્યભાઈ નામક હશેનું વાતને જણાવી વાત ફેરવી હતી, જ્યાં હાજર કોસમકૂવાના સંજય બર્જુલ કોળચાઍ જણાવ્યું હતું કે ‘સાંસદે કહ્નાં હતું કે ગાયનું મટન માસ ખાતા છે. પરંતુ તેઓ છેલ્લા ૩૨ વર્ષથી મટન સેવન કરતા નથી, અમારુ ઘર પણ સ્વામીનારાયણ મંદીર ઘરની સામે જ છે’ વધુમા સંજયભાઈઍ જણાવ્યું હતું કે ‘હું ડો. કે.સી.ને કે ડો. કે.સી. મને અોળખતા નથી. ઈ.સ. ૧૯૯૫ના વર્ષમાં લાઈટનો પ્રશ્ન હતો જે વેળાઍ ગામમા આવ્યા હતાં.’