Vishesh News »

સેલવાસની કોલેજમાં બે દિવસીય હેલ્થ રિઝોલ્યુશન વર્કશોપ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)) સેલવાસ, તા. ૧૧ : ડો.ઍ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ, સેલવાસના ઓડિટોરિયમમાં દાનહ અને દમણના આરોગ્ય કાર્યકરોની ઉપસિથતિમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાઍ આરોગ્ય કર્મચારીઓને આરોગ્ય સેવાઓ સુધારવા માટે તેમના કાર્ય માટે પ્રેરિત કર્યા અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની ૧૦૦ ટકા સફળતા સુનિડ્ઢિત કરવા હાકલ કરી. રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવા, કાર્યક્રમોમાં સમુદાયોને સામેલ કરવા, આરોગ્ય સેવાઓને મજબૂત કરવા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે વર્કશોપના પ્રથમ દિવસે સેવા ગ્રામીણના પ્રશિક્ષકોઍ માતા અને બાળ આરોગ્ય અને ચેપી રોગો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ કાર્યક્રમો હેઠળ થનારી કામગીરી વિશે આરોગ્ય કર્મચારીઓને તાલીમ પણ આપી હતી. વર્કશોપના બીજા દિવસે રાજ્યને ઍનિમિયા મુક્ત બનાવવાની દિશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત બિનચેપી રોગોની પ્રગતિનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને લોકોને આયુષ્માન ભારત ડિજિટલ યોજનાના લાભો લોકો સુધી પહોંચાડવા અને યોજનામાં ઉમેરીને તેમના ડિજિટલ આરોગ્ય રેકોર્ડ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં આઈસીઍમઆર કોન્વટેક ઍચડબલ્યુસીઍસ સંશોધન પ્રોજેક્ટ દાદરા નગર હવેલી જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં દાદરા નગર હવેલી અને દમણ જિલ્લાના આરોગ્ય કાર્યકરો ડો.ઍ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ, સેલવાસના ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહ્ના હતા, જ્યારે દીવ જિલ્લાના આરોગ્ય કાર્યકરોને વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડવામાં આવ્યા હતા.