Vishesh News »

પારડીમાં જીવદયા ગૃપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૧ : પારડીમાં આવેલ માનવસેવા આરોગ્ય કેન્દ્ર સંચાલિત બ્લડ બેન્કમાં આજરોજ પારડી જીવદયા ગ્રુપે મનુષ્યના અમુલ્ય જીવનને પણ બચાવવા બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો. જેમાં પાસેથી વધુ ૬૫ થી વધુ રક્ત ઍકત્રિત કરવામાં આવ્યું હતું. આ જીવદયા ગ્રૂપ વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશન કેમ્પ યોજતા હોય છે ત્યારે આ વર્ષનો પહેલો કેમ્પ આજે રવિવારના રોજ યોજાયો હતો. જે કેમ્પને સફળ બનાવવા જીવદયા ગ્રૂપના પ્રમુખ અલી અંસારી, ઉપપ્રમુખ અશ્વિન દેસાઇ, યાસીન મુલતાની સહિતના મેમ્બરોઍ જહેમત ઉઠાવી હતી. જેમાં પારડી ગ્રૂપના સભ્યો તેમજ વલસાડ, ચીચવાડા, ઊમરસાડી ગ્રૂપના યુવાનો આવી ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. પારડી શહેર ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ મહામંત્રી કેતન પ્રજાપતિ યુવા પ્રમુખ જયસિંહ ભરવાડ સહિત મહાનુભાવો હાજર રહ્ના હતા. માનવસેવા આરોગ્ય કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયા માજી ચેરમેન ડોક્ટર ઍમ.ઍમ કુરેશી સહિત ટ્રસ્ટીઓઍ જીવદયા ગ્રુપને શુભેચ્છાઓ પાઠવી હતી અને યુવાનોને રક્તદાન ઍ જ જીવનદાનના સૂત્ર સાથે રક્તદાન કરવા અપીલ કરી હતી. આ સાથે તાજેતરમાં જ ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ હોય ત્યારે જીવદયા ગ્રૂપમાં નિઃસ્વાર્થ ભાવે સેવાકીય કામ કરતી મહિલા સભ્ય અને બલ્ડ બેંક ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનીત કર્યા હતા.