Vishesh News »

વાપીમાં હેલ્થ ઍન્ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ : વાપીના સેન્ટર ઓફ ઍક્સલન્સ (ઘ્બ્ચ્) ખાતે સ્ત્ખ્ અને ઝ઼ત્લ્ણ્ દ્વારા સેટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે હેલ્થ ઍન્ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્ત્ખ્ ના પ્રમુખ સતિષભાઇ પટેલે સૌનુ સ્વાગત કર્યુ હતું અને વાપી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપનાની સાથે અન્ય માળખાકીય પ્રોજેક્ટો જેવા કે ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઘ્લ્ય્ ફંડની માતબર રકમ મુક્તિધામને આપવામાં આવી, તેમના અથાગ પ્રયાસો થકી ઇરીગેશન દરમાં દર વર્ષે ૧૦ ટકાની જગ્યાઍ ફક્ત ૩ ટકાનો વધારો થશે. જેથી પાણીના દરમાં ઘટાડો શક્ય બન્યો તથા વાપી ખાતે રીવર ફ્રન્ટ બનાવવા ૧૦૫ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી તે માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે તમામ ઇન્ડસ્ટ્રીઝ સભ્યોને અકસ્માતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા અને તેમની ફેક્ટરી પરિસરમાં કોઈપણ અકસ્માતના કિસ્સામાં નુકસાન ઘટાડવાની તૈયારી જાળવવા વિનંતી કરી. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈઍ ઉપસ્થિતોને તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં વલસાડ જિલ્લા માટે ગુજરાત સરકારની આર્થિક સહાયથી વાપી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. તેમણે હાજર તમામને તેમના ફેક્ટરી પરિસરમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા. ઝ઼ત્લ્ણ્ ર્સ્ીશ્રર્સ્ન્ીફુ ના ડેપ્યુટી ડાયરેક્ટર ઍમ.સી. ગોહિલે આરોગ્ય અને સલામતી તાલીમની જરૂરિયાત અને અકસ્માતોને રોકવા માટે કોઈ પણ આકસ્મિક ઘટનાઓ માટે તૈયાર રહેવાની આવશ્યકતા સમજાવી હતી. આ વર્કશોપમાં વીઆઈઍના હોદ્દેદારો અને વાપી, મોરાઈના ઉદ્યોગકારો, વહીવટી અધિકારીઅો હાજર રહ્ના હતાં. અંતે સ્ત્ખ્ ના માનદમંત્રી કલ્પેશ વોરાઍ તમામ મહાનુભાવો, મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.