Vishesh News »

ડુંગરામાં વિવિધ વિકાસકામોનું ખાતમુર્હત-લોકાર્પણ કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)) વાપી, તા. ૧૧ : વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું સાથે વાપી પંથકમાં અગામી ૨૫ થી ૫૦ વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ન બને તેવું આયોજન કરાયું છે. પ્રા વિગત મુજબ આજે વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં આવેલ દાદરી મોરા ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા દસ લાખ લિટરની ક્ષમતા વાળો અંડર ગ્રાઉન્ડ સંપ તેમજ ૨૨ મીટર ઊંચી પાંચ લાખ ક્ષમતાની ઓવર હેડ ટાંકી અને ૩૦૦ ઍમ.ઍમ ડાયા ૧૬૮૮ મીટર રાઈઝિંગ મેન લાઈન સાથે ૩૦૦ ઍમ. ઍમ ડાયા ૧૫૦૦ મીટર ગ્રેવીટી મેનલાઇન નાખવામાં આવશે જેના કારણે ડુંગરા વિસ્તારમાં નગરજનોને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પીવાનું પાણી મળી રહે જે અંગે રૂપિયા ૩૧.૧૫ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન ૨૦ લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ઉંચી ટાંકી સાથે ડુંગરાનું બોરી તળાવ ડેવલોપિંગ માટે સાથે વિવિધ જેટલા મુખ્ય રસ્તાઓ સુલ્પડ ભડક મોરા થી માનવ મિલન મંદિર થઈ ધોળીયાવાડ મુખ્ય માર્ગ સુધી ડિવાઇડર સહિત રોડ વાઇનીંગ સાથે સાંઈબાબા મંદિરથી કિર્તીભાઈના ઘર સુધીનો આરસીસી રોડ સાથે દેગામ રોડ થી ઈકરા મસ્જિદ સુધીનો મુખ્ય માર્ગ બનાવવા માટેનું ખાતમુરત કરાયું હતું. વાપી પાલિકા દ્વારા ડુંગળી ફળિયામાં આવેલ આઝાદ નગર વિસ્તારમાં પીવાના પાણીની ઓવર હેડ ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સમ રૂપિયા બે પોઇન્ટ ઍક કરોડના ખર્ચે તૈયાર થયું હતું જેનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે, ડુંગરા વિસ્તારમાં પીવાના પાણીની કાયમી સમસ્યા અંગે પાલિકાના માજી પ્રમુખ પરેશ દેસાઈ ફરિયાદ કરતા હતાં જેનો આજે કાયમી ઉકેલ લવાયો છે. આજના આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ ઉપપ્રમુખ અભયભાઈ શાહ કારોબારી અધ્યક્ષ મિતેશભાઇ દેસાઈ બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ કંસારા જિલ્લા ભાજપના મહામંત્રી સીલ્પેશભાઈ દેસાઈ વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન માજી ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપના અગ્રણી અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશનના ઉપપ્રમુખ મુકેશસિંહ ઠાકુર વાપી તાલુકા ભાજપના પ્રભારી પરેશભાઈ દેસાઈ વાપી નગરપાલિકાના માજી પ્રમુખ પારૂલબેન દેસાઈ વાપી નગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેન ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને વાપી નગરપાલિકાના કર્મચારીઓ તથા ડુંગરા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.