Vishesh News »

કપરાડા તાલુકામાંથી આવતા મજુરો હોળી પર્વની ઉજવણી માટે વતન પરત ફર્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોઢા, તા. ૧૦ : કપરાડા તાલુકો ઍટલે મુખ્ય આદિવાસી વિસ્તાર ધરાવતો જન સમુદાય વસે છે. ત્યારે હોળી જેવા પર્વ નિમિત્તે આદિવાસી સમાજ હોળીને મુખ્ય તહેવાર ગણતા હોવાથી તેઓ હોળી પૂર્વે પર પ્રાંત વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયેલ હોવાથી હોળી નજીક આવતાની સાથે જ તેઓ પોતાના વતને પરત ફરી રહ્ના છે. પ્રા વિગતો મુજબ કપરાડા તાલુકો ઍટલે આદિવાસી સમુદાયનો વિસ્તાર અને અહીંયાના લોકો મુખ્યત્વે પેટીયુ રળવા મજૂરી કરવા માટે દૂર દૂર પ્રાંત વિસ્તાર જેવા કે નાશિક, વલસાડ, વાપી, સેલવાસ, દમણ, બીલીમોરા જેવા વિસ્તારોમાં મજૂરી કરવા માટે જતા હોય છે અને હાલે મહાશિવરાત્રી પર્વની સાથે સાથે હોળી પર્વ પણ માત્ર ગણતરીના દિવસો નજીક આવી રહ્ના હોવાના કારણે તેઓ હોળી પૂર્વે પોતાના વતને મજૂરી કરીને પરત ફરી રહ્ના છે. તેઓનો મુખ્ય તહેવાર હોળી હોવાના કારણે હોળીના ઍક અઠવાડિયા અગાઉથી જ તેઓની હોળી પર્વ શરૂ થઈ જતો હોય છે. આ દરમિયાન તેઓ કુટુંબ સાથે રહીને ખાવું પીવું મોજ મસ્તી આનંદ કરતા હોય છે. સાથે નવા કપડા પણ પરિધાન કરતા હોય છે. તેઓ જે પણ મજૂરી કામ કરીને આર્થિક રીતે ભેગા કરેલું ભંડોળ હોળીના તહેવાર દરમિયાન હસી ખુશીથી તેઓ આનંદ માણે છે. ત્યારે આજે હોળી પર્વના દિવસો ગણતરીના જ બાકી રહ્ના છે ત્યારે તેઓ દૂર દૂર શહેરમાં ગયેલા મજૂરી માટે તેઓ પોતાના વતન ઍ પરત ફરી રહ્ના છે.