Vishesh News »

નાનાપોîઢા ચાર રસ્તા પર પાર્કિગ ઝોન જરુરી

નાનાપોઢામાં હોસ્પિટલો, શાળા, હાઈસ્કૂલ જેવી મહત્વની સંસ્થા પણ આવેલ છે. સાથે ૧૦૮ સુવિધા સેન્ટર પણ અહીંયા હોવાથી કોઈક વાર૧૦૮ પસાર થવા માટે આ ટ્રાફિક સમસ્યા બાધા રૂપ બને છે નાનાપોîઢાનો પત્ર બાબુ ચૌધરી, નાનાપોîઢા નાનાપોઢા-કપરાડા તાલુકાનું મુખ્ય મથક તરીકે ગણના થાય છે અને દિનપ્રતિદિન અહીંયા વિકસતું ગામ છે. મોટા પ્રમાણમાં નાની મોટી દુકાન આવેલી છે. જ્યાં ખરીદી માટે આવતા ગ્રાહકો વાહન ર્પાકિંગ રસ્તાની બાજુ તેમજ દુકાનની સામે મૂકતા હોવાના કારણે રસ્તામાં ટ્રાફિક તેમજ દુકાનદારોને અડચણરૂપ બનતા હોય છે. જેથી અહીંયા ર્પાકિંગ ઝોન બનાવવાની તાતી જરૂરીયાત ઊભી થવા પામી છે. નાનાપોઢા ચાર રસ્તા વાપી, ધરમપુર, વલસાડ અને નાસિક મુખ્ય માર્ગને જોડતા સ્થળ પર આવેલ હોવાના કારણે અહીંયા વાહનોની અવરજવર પણ દિન પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં થતી રહે છે. તેમ જ આજ રસ્તાની આજુબાજુ દુકાનો, લારી તેમજ ચા-નાસ્તાની દુકાનો આવેલી હોવાના કારણે અહીંયા રસ્તાને અડી ટોપલા લઈને બેસતા ફળ ફ્રુટના વેપારીઓના કારણે રસ્તાને ખૂબ જ સંકડાસ થવા પામી છે. તેમજ નાની મોટી દુકાન ઉપર ખરીદી કરવા આવતા ગ્રાહકો ટુવહીલ કે ફોરવીલ વાહન ર્પાકિંગ કરવા માટે કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે તેઓ રસ્તાની બાજુ કે દુકાનની સામે ર્પાકિંગ કરતા હોવાના કારણે માત્ર અને માત્ર રસ્તા બે સાઈડ વાહન અવરજવર કરી શકે તેટલી જગ્યા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા પણ થવાની શક્યતા રહેલી, ટ્રાફિક સર્જાય છે અને નાસિકથી વાપી તરફ ઔધોગિક વસાહત તરફ જતા વાહનો લોડિંગ ટ્રક જેવા વાહનો પણ પસાર થાય છે. અહીંયાંથી ભારે વાહનો પસાર થતાં હોવાના કારણે કોઈક વાર અકસ્માત સર્જાવાની શકયતા રહેલી છે. ત્યારે રસ્તા ઉપર રસ્તાની ર્પાકિંગ કરેલા વાહનો મસમોટા વાહનો માટે અવરજવરમાં બાધારૂપ બને છે. જેથી અહીંયા અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. સાથે કેટલાક વાહન ચાલકો રસ્તાની બાજુ કે દુકાનની અન્ય કોઈ દુકાનની સામે વાહન પાર્ક કરી લાંબા સમય સુધી મૂકી જતા હોવાના કારણે દુકાનદારોને અડચણરૂપ બને છે. જેથી તેઓ જણાવી રહ્ના છે કે અહીંયા દુકાનની સામે વાહન પાર્ક કરવું નહીં. જેના કારણે ગ્રાહકો દુકાનમાં આવી શકતા નથી જેવી ફરિયાદો પણ તેઓ કરી રહ્ના છે.આ અગાઉ સ્થાનિક પોલીસ દ્વારા રસ્તાની આજુબાજુ વાહન પાર્ક કરવા નહીં જે અંગેના ચારે રસ્તા ઉપર નોર્પાકિંગ ઝોન તરીકેના પાટીયા પણ લગાડવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પણ આજે જે છે તેની પરિસ્થિતિ જ જોવા મળે છે. નાના પોઢા ખાતે હોસ્પિટલો, શાળા, હાઈસ્કૂલ જેવી મહત્વની સંસ્થા પણ આવેલ છે. સાથે ૧૦૮ સુવિધા સેન્ટર પણ અહીંયા હોવાથી કોઈક વાર૧૦૮ પસાર થવા માટે આ ટ્રાફિક સમસ્યા બાધા રૂપ બને છે. આજુબાજુ વાહનો પાર્ક કરેલ હોવાના કારણે રસ્તો સાવ સાંકડો બની જાય છે. જેથી દુકાનદારો તેમજ રાહદારીઓ જણાવે છે કે આ સમસ્યા નિવારણ માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈક યોગ્ય સ્થળે ર્પાકિંગ ઝોન બનાવી ર્પાકિંગ વાહન ર્પાકિંગ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો આ સમસ્યા સદાને માટે હલ થાય તેમ જણાવી રહ્ના છે.