Vishesh News »

સોનવાડા હાઈવે પર પતંગના દોરાથી યુવકનો ગાલ કપાયો

વલસાડ, તા. ૧૫ ઃ બીલીમોરા થી વાપી નોકરીઍ જઈ રહેલા ૨૬ વર્ષિય યુવાનને વલસાડના સોનવાડા હાઇવે ઓવરબ્રિજ પર પતંગની દોરી ગળામાં આવી જતા ગાલનો ભાગ કપાઈ જતા ૧૦૮ની મદદથી સારવાર આપવામાં આવી હતી. વલસાડ તાલુકા ના સોનવાડા ગામ હાઇવે નંબર ૪૮ બ્રિજ ઉપર પતંગની દોરી આવી જતા વિહાર ભાઈ રામુભાઈ પટેલ ઉંમર વર્ષ ૨૬ જે બીલીમોરાથી વાપી નોકરીઍ જતા હતાં. હાઇવે નંબર ૪૮ સોનવાડા બ્રિજ ઉપર પતંગની દોરી આવી જતા જમણા કાનથી નાક સુધી કપાઈ જતા મોટો ઘા થયો અને ખૂબ જ લોહી વહેતું હતું. રાહદારીઓઍ ૧૦૮ ને ફોન કર્યો અને ડુગરી ૧૦૮ ઇઍમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ રજની પટેલ ઘટના સ્થળે પહોંચી દર્દીને ઍમ્બ્યુલન્સમાં લઈ ડ્રેસિંગ કરી લોહી અટકાવ્યું હતું અને ત્યારબાદ ઇઆરસીપી ડો. કૃષ્ણના કહેવા મુજબ ઓક્સિજન જરૂરી ઇન્જેક્શન બોટલ લગાવી સારવાર આપતા હોસ્પિટલમાં લઈ ગયા હતા.