Vishesh News »

વાપીમાં રૂ. ૨૨ કરોડનું અોડિટોરિયમ તૈયાર ઃ બુધવારે લોકાર્પણ થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૦ ઃ વાપી પાલિકા હદ વિસ્તારમાં નવા બનેલા ઓડિટોરિયલ હોલ રાશિ નક્ષત્ર વન અને ઍનિમલ સ્મશાન ગૃહનું અગામી તા. ૧૩-૩-૨૦૨૪ના રોજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકા દ્વારા રોફેલ કોલેજ નામધા કેમ્પસ પાસે રૂ. ૨૨ કરોડના ખર્ચે અતિ આધુનિક ઍવું કોમ્યુનિટી સેન્ટર અને ઓડિટોરિયમ બની તૈયાર થઈ ગયો છે. આ ઓડિટોરિયલ હોલના કામ માટે રોફેલ ટ્રસ્ટ વાપી દ્વારા નગરપાલિકાને ૯,૧૦૫ ચોરસ મીટર જમીન વિનામૂલ્યે દાનમાં આપવામાં આવી જ હતી જેના પર આ ઓડિટોરિયલ હોલ બન્યો છે. પ્રા વિગત મુજબ વાપી નગરમાં નગરપાલિકા દ્વારા રોફેલ કોલેજ નામધા કેમ્પસ અને લખમદેવ તળાવ ગાર્ડનની પાસે રૂ. ૨૨ કરોડના ખર્ચે આધુનિક કોમ્યુનિટી સેન્ટર અને ઓડિટોરિયલ હોલ બનાવવામાં આવ્યો છે. જેમાં કુલ ૬૫૦ બેઠક વાળી અને ૧૩.૮૦ અને ૧૬.૪૦ મીટરનો સ્ટેજ સ્ટેજ સમગ્ર ઓડિટોરિયલ હોલ સેન્ટ્રલ્ય ઍર કન્ડિશન ફેસીલીટી તેમજ વીઆઈપી લોજ, કોન્ફરન્સ રૂમ, ૨ ગ્રીન રૂમ, ૨ રીહસલ રૂમ, આઉટડોર ઍમ્ફી થિયેટર સ્ટેજ સાથે ફ્રૂડ કોડ અને ર્પાકિંગ સુવિધાવાળું ઓડિટોરિયલ હોલ બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવશે. તેવી જ રીતે ચંડોર ડમ્પીંગ સાઈડ અને કમ્પોઝ પ્લાન તથા સ્મશાન ગૃહ ની વચ્ચે બનાવવામાં આવેલ રાશિ નક્ષત્ર વન અને રૂ. ૭૪ લાખના ખર્ચે ઍનિમલ સ્મશાન ગૃહ જે સંપૂર્ણ ગેસ આધારિત સંચાલિતનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ ઍનિમલ સ્મશાન ગૃહ સમગ્ર વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલી વિસ્તારનું પ્રથમ હશે. જે બનીને તૈયાર થઈ જવા પામ્યું છે જેનું લોકો આતુરતાથી રાહ જોઈ રહ્ના છે ઍવા આ ત્રણે પ્રોજેક્ટને વાપીવાસીઓ માટે ૧૩મી માર્ચના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.