Vishesh News »

આજથી જિલ્લામાં બોર્ડની પરીક્ષા ઃ ૫૫,૭૬૪ પરીક્ષાર્થીઅો પરીક્ષા આપશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૦ ઃ આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા શરૂ થનાર છે. ત્યારે ધોરણ ૧૦ માં ૩૩,૪૭૪ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૮૧૦ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૪૮૦ મળી કુલ ૫૫,૭૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ૧૬૪ બિલ્ડીંગ ૧૯૮૭ વર્ગખંડ ૧૭૩૧ કર્મચારીઓ, ૫૧૮ પોલીસ કર્મચારીઓ અને હેડ કોસ્ટેબલ જે તે કેન્દ્ર પર બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ ૧૧ /૩ /૨૦ ૨૪ના રોજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ ની પરીક્ષા માટે વલસાડ જિલ્લા શિક્ષણ કચેરીમાંથી જાણવા મળ્યું કે જિલ્લામાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા માટે કુલ ૩૪,૪૭૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ૯૭ બિલ્ડિંગ, ૯૭ સ્થળ સંચાલક, ૯૭ વહીવટી મદદનીશ, ૯૭ કારકુન, ૧૧૫૦ ખંડ નિરીક્ષક અને ૨૯૦ પટાવાળા મળી કુલ ૧૭૬૧ ધોરણ ૧૦ની પરીક્ષામાં કર્મચારીઓ ફરજ બજાવશે. ધોરણ ૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહમાં ૧૪,૮૧૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ૩૯ બિલ્ડીંગ, ૩૯ સ્થળ ૩૯ વહીવટી મદદનીશ, ૯૭ કારકુન ૪૩૯ ખંડ નિરીક્ષક, ૧૧૭ પટાવાળા મળી કુલ ૬૭૩ કર્મચારીઓ ફરજ બજાવશે. ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૭૪૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૨ની વિજ્ઞાન પ્રવાહ માટે ૨૮ બિલ્ડીંગ, ૨૮ સ્થળ સંચાલક, ૨૮ વહીવટી મદદનીશ ૨૮ કારકુન, ૩૮૮ ખંડ નિરીક્ષક, ૮૮ પટાવાળા મળી કુલ ૫૬૦ કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ૨૫૦ પોલીસ કર્મચારીઓ ૨૬૮ હોમગાર્ડ મળી કુલ ૫૧૬ કર્મચારીઓ જે તે કેન્દ્ર પર ફરજ બજાવશે. જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા શિક્ષણ પોલીસ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્ના છે.