Vishesh News »

ટુકવાડામાં જમીનમાં તારખૂટાના કામમાં ઝપાઝપી થઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના ટૂકવાડાગામમાં આવેલ જમીનમાં તારખૂટાનું કામ કરાવી રહેલા વ્યક્તિને ગામના જ બે જણાઍ ઝપાઝપી કરી માર મારતા પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. અહીં ટૂંકવાડાગામમાં દેસાઈવાડમાં રહેતા કાર્તિકભાઈ નવીનચંદ્ર દેસાઈ મજૂર નાખી વાડીમાં તારખુટાનું કામ કરાવી રહ્ના હતા. તે દરમિયાન સુરેશભાઈ જગનભાઈ નાયકા અને મહેન્દ્રભાઈ સુરેશભાઈ નાયકા બંને રહે ટૂકવાડા કોળીવાડ ત્યાં આવીને ઍમની સાથે ઝપાઝપી કરી હોય અને માર માર્યો હોય અને લાકડીના ભાગે માથામાં અને શરીરે ફટકા માર્યા હોય અને આજ ફરી આ જમીનમાં કામ કરાવવા આવશો તો જાન થી મારી નાખશું ઍવી ધમકી આપી હોવાની પારડી પોલીસ મથકમાં ફરિયાદ કાર્તિકભાઈઍ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે બંને સામે ગુનો નોંધી આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે.