Vishesh News »

ગુંદલાવની કંપનીના બે કર્મચારીઅો જ કમ્પ્યુટર ઉઠાવી ગયા !

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૦ ઃ ગુંદલાવ જીઆઇડીસી માં આવેલી અગુસ્ટો ફોર્મ્યુલેસનમાં કામ કરતા બે કર્મચારીઓ કંપનીના ઍકાઉન્ટ ઓફિસમાંથી બે કોમ્પ્યુટરની ચોરી કરી લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થતા જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વલસાડ નજીકના ગુંદલાલ જીઆઇડીસી પ્લોટ નંબર ૮૦૪ થી ૮૦૮ સુધીના પ્લોટ માં અગુસ્ટો ફોર્મ્યુલેસન કંપની આવેલી છે. કંપનીના કંપનીના ઍકાઉન્ટ ઓફિસમાંથી બે કોમ્પ્યુટરની ચોરી થઈ હોવાની મેનેજર જીતેન્દ્રભાઈ પટેલે કંપનીના કમલસિંહ કરણસિંહ ઠાકોરને કરી હતી. કંપનીના મેડિસિન વિભાગમાં મુકેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા બે ઇસમો ચોરી કરેલા કોમ્પ્યુટર કરી ગેટના પાછળના ભાગેથી લઈ જતા શિવમ મનોજ ચૌધરી હાલ રહે. ઉજ્જવલ નગર ગુંદલાવ તાજી વલસાડ અને શિવ પૂજન કુશવાહા રહે. દમણ રૂ. ૨૫,૦૦૦ ની મતાના બે કોમ્પ્યુટર ચોરી લઈ જવા બાબતે વલસાડ રૂરલ પોલીસ મથકમાં કમલસિંહ કરણસિંહ ઠાકોરે આ બંને ચોર ઈસમો ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.