Vishesh News »

મોગરાવાડીમાં સોસાયટીનો જાહેર રસ્તો બંધ કરી દેવાતાં રાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર ૨માં આવેલા મોગરાવાડી વિસ્તારની સાઈ પાર્ક વિ- ૧-૨ના રહીશો ઍ આજરોજ વલસાડ સીટી પોલીસ મથકના પીઆઇને લેખિતમાં રજૂઆત કરી કે સાઈ પાર્ક ૧ અને ૨ સોસાયટીમાંથી પસાર થતો મેઈન રસ્તો જે વલસાડ નગર પાલિકા દ્વારા જાહેર રસ્તો કરવામાં આવેલ રસ્તો (સુકન રેસીડન્સી થઈ સાઈ પાર્કનો આતરિક રોડથી સાઈ પાર્ક સોતી વિ-૧/૨ ના મુખ્ય દરવાજા સુધી) જે સાઈ પાર્કનો મુખ્ય દરવાજાને લોખંડના દરવાજાને લોખંડના પાઈપ સાથે વેલ્ડીંગ મારી કાયમી માટે મુકેશભાઈ શ્રીવાસ્તવ રેહ.૦૫/સાઈ પાર્કનો જાહેર રસ્તો બંધ કરેલ હોવાથી આ પ્રશ્નના સુખદ નિવારણ માટે જાહેર રસ્તો તાકીદે ખુલ્લો કરવા માટે મુકેશ ભાઈ શ્રીવાસ્તવને જણાવવામાં આવેલ હતું. તેમ છતાં બંધ કરવામાં આવેલા જાહેર રરસ્તો મુકેશભાઈ મનસ્વી રીતે આંખ આડા કરી આજ દિન સુધી રસ્તો ખુલ્લો ન થતાં સોસાયટીના રહીશોઍ વલસાડ સીટી પોલીસ મથકના ઍને લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.