Vishesh News »

ડુંગરી અને નારગોલમાં પોલીસનું ડે-કોમ્બીંગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૧૦ઃ વલસાડના ડુંગરી અને નારગોલ મરીન પોલિસ મથકની હદમાં પોલીસનું ડે-કોમ્બીંગ હાથ ધરાતા ૨૪૭ વાહનો ચેકીંગ અને ૯ રૂમ માલિકો સામે કાર્યવાહી હાથ ધરાઇ. અગામી લોકસભાની ચૂંટણી અને હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાને લઇ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને અસામાજીક પ્રવૃત્તિઅો પર અંકુશ લાવવા જિલ્લા પોલીસવડાની સૂચના અંતર્ગત જીલ્લાની વિવિધ પોલીસ ઍજન્સી દ્વારા વલસાડના ડુંગરી અને ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથકની હદમાં ડે- કોમ્બીંગનું આયોજન કરાયું હતું જેમાં ઍમવી ઍક્ટ હેઠળ ૧૯ અને ૧૮૫ મુજબના ૪ કેસ સહિત ભાડુતી રૂમમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ન કરનારા ૯ તથા ૪૭ જેટલા વિવિધ ગુનેગારો તેમજ દારૂની પ્રવૃત્તિ કરતા ૭ બુટલેગરો સામે કાર્યવાહી કરાઇ હતી સાથે રસ્તા ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ૨૪૭ વાહનો ચેક કરી કાર્યવાહી કરાઇ હતી.