Vishesh News »

સાદકપોરમાં સરપંચ સામે રજુઆત કરવા ગયેલા યુવાનને ઍટ્રોસીટી હેઠળ ફરિયાદ કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી તા.૧૦ ઃ ચીખલી તાલુકાના સાદકપોર ગામના ચાડિયા ફળિયા ખાતે બે દિવસ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈનના નાળા નાખી પાણી નિકાલ માટે કામ કરતા હતા તે સમયે ગ્રામ પંચાયતના સભ્ય ભારતીબેનની જમીનમાંથી નાળા નાખતા હતા તે વખતે મહેન્દ્ર કનુભાઈ ધોડિયા પટેલ રહે સાદકપોર ચાડીયા ફળીયા ઍ સરપંચને રજૂઆત કરેલ કે તમે જે નાળા નાખો છો તેનો વાંધો નથી પરંતુ વિશાલ અમૃત પટેલે જે પાળો બાંધેલ છે તે ધોવાઈ જાય તેમ છે જેથી બે નાળા ત્યાં પણ નાખી દો અને ગામના ગરીબ માણસોને આવાસ મળે તે માટે રજૂઆત કરતા સરપંચ સંજય મગન પટેલ ઍકદમ ઉશ્કેરાય જઈ મહેન્દ્ર પટેલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સરપંચ સંજય પટેલે તેના હાથમાં રાખેલ તીક્ષણ હથિયાર બતાવી મહેન્દ્રને જાતિ વિશે અપશબ્દો બોલી માર માર્યો હતો પણ સ્થળ ઉપર બીજા માણસો આવી જતા સરપંચના વધુ મારથી મહેન્દ્ર બચી ગયો હતો. જોકે સરપંચે માર મારતા આદિવાસી મહેન્દ્ર પટેલે સારવાર લેવાની નોબત આવી હતી જે બનાવ અંગેની ફરિયાદ મહેન્દ્ર કનુ પટેલે ચીખલી પોલીસ મથકમાં કરતા આગળની વધુ તપાસ નવસારી ઍસટી સેલના ઇન્ચાર્જ ડીવાયઍસ વી.ઍન. પટેલ કરી રહ્ના છે.