Vishesh News »

વાપી મુસ્કાન ગૃપ દ્વારા ચણોદની યુવતીનું લગન્ અને કન્યાદાન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૦ : વાપીમાં મુસ્કાન ફઞ્બ્ ઍ મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ દીકરીને ભણાવી પગભર કરી, પરણવા લાયક થઈ તો લગ્નનો ખર્ચ ઉપાડી લગ્ન કરાવ્યા વિદાય નો પસંદ પણ નિભાવી ખરેખર સમાજ સેવા કરાય હતી. વાપીમાં આજે ચલા સોસાયટીમાં ઍક ગરીબ ઓરિસ્સા વાસી પરિવાર ચણોદ માં રહે છે જેમની દીકરીને પગભર કરી આજે લગ્ન બંધનમાં બંધાઈ ગૃહસ્થ જીવનમાં પગલાં પાડ્યા હતાં. આ દીકરીના માતાપિતા ગરીબ હોય દીકરીના લગ્નનો તમામ ખર્ચ મુસ્કાન ફઞ્બ્ ની મહિલાઓઍ ઉપાડ્યો હતો. જેઓઍ નંદીની નામની આ ગરીબ દીકરીના સમીર નામના યુવક સાથે લગ્ન કરાવી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતાં. ફઞ્બ્ ની બહેનો અને દાતાઓઍ આ દંપતીને સુખી દામ્પત્ય જીવનના શુભ આશિષ સાથે વિદાય આપી હતી. વાપીમાં મુસ્કાન ફઞ્બ્ નામની સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ આપવા સાથે તેમનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉપાડે છે. તો, બીમાર અને સારવારની જરૂરિયાતવાળા ગરીબ બાળકોની સારવારનો ખર્ચ ઉપાડી સ્વસ્થ બનાવે છે. આ સંસ્થા વાપીના રીમાં કાલાણી નામની મહિલાઍ શરૂ કરી હતી. જે બાદ તેમાં અન્ય મહિલાઓ જોડાતા આજે વટવૃક્ષ બની છે. શિક્ષા-સ્વાસ્થ્ય ક્ષેત્રે ગરીબ બાળકોના હોઠ પર મુસ્કાન લાવી રહી છે.