Vishesh News »

વાપીની આર.કે. દેસાઈ બી.ઍડ. કોલેજ દ્વારા શેરી નાટક યોજાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૦ : બી.ઍડ ઍ શિક્ષકો માટેનો તાલીમ કેન્દ્ર છે. ઍક શિક્ષકનું જ્ઞાન તેના વિષય પૂરતું મર્યાદિત ન રહેવું જોઈઍ. આ વાતને ધ્યાનમાં રાખીને બી.ઍડના તાલીમાર્થીઓમાં વિવિધ કલા કૌશલ્ય વિકસે ઍ માટે બી.ઍડ ના અભ્યાસક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેવા કે પુસ્તક સમીક્ષા કાવ્ય લેખન, ઍકપાત્ર અભિનય, કલા પ્રદર્શન, વગેરે. શેરી નાટક પણ ઍમાંનો જ ઍક ભાગ છે. આજના સમયમાં ઘણી ઍવી બાબતો છે જે અંગે સમાજમાં જાગૃતિ આવે ઍ જરૂરી છે. ઍમાંની જ ઍક બાબત છે અંધશ્રદ્ધા આજે અંધશ્રદ્ધાનું પ્રમાણ વધી રહ્નાં છે જેને નાબૂદ કરવા માટે ઍક નાનો પ્રયાસ શેરી નાટક દ્રારા કરવામાં આવ્યો હતો. જેનો વિષય છે. અંધશ્રદ્ધાને પાછળ છોડો આ નાટકની રજૂઆત પારડીના રેલ્વેસ્ટેશનની બાજુની ઍક સોસાયટી સાઈનાથ રેસિડેન્ટસી મા કરી હતી. જેનું આયોજન ધોડી જયશ્રી, કાઠેકર ખુશ્બુ, પટેલ મિતાલી, ભટ્ટ વિધિ, પટેલ કિર્તિ, નિધિ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું. શેરી નાટકનું સંપૂર્ણ માર્ગદર્શન ડો. સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના *ચેરમેન મિલન દેસાઈ તથા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો. મિતલ શાહ, કોલેજના આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ અને સમગ્ર અધ્યાપકોઍ અભિનંદન પાઠવ્યા હતા.