Vishesh News »

વલસાડમાં પતંગ ચગાવતા બાળકનું ટેરેસ પરથી પટકાતા મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં આવેલ ખુશ્બુ ઍપાર્ટમેન્ટ-બીમાં રહેતા પરવેઝ શેખનો સાડા છ વર્ષીય બાળક ઍપાર્ટમેન્ટના ધાબા ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો. જે દરમિયાન ઍકાઍક ધાબા પરથી નીચે પટકાતા તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળક નીચે પટકાતા આજુબાજુના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો. જ્યાં ઈમરજન્સી વોર્ડમાં ખસેડતા ફરજ પરના તબીબોઍ તેને પ્રાથમિક સારવાર આપી આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવારમાં મોતની કાલિમા છવાઈ હતી.