Vishesh News »

ગણદેવીમાં ૭ વિકાસકામોના લોકાર્પણ અને ૧૦ના ખાતમુર્હત કરાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ગણદેવી, તા.૧૦ : ગણદેવી જ્યુબિલી ગાર્ડન માં શનિવાર સાંજે ધારાસભ્ય નરેશ પટેલ ની અધ્યક્ષતામાં રૂ.૬.૨૦ કરોડ નાં ૭ વિકાસકામો નાં લોકાર્પણ, રૂ.૧.૫૫ કરોડ નાં ૧૦ કામો નાં ખાતમુહૂર્ત કરાયાં હતા. જેને કારણે ગુણવંતી નગરી ગણદેવી ની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. ગણદેવી પાલિકાની રાજ્યમાં ત્રીજા ક્રમની સફાઈ છલાંગને બિરદાવી હતી. ગણદેવી નગરપાલિકા માં રૂ. ૬.૨૦ કરોડનાં ૭ વિકાસકામો નાં લોકાર્પણ કરાયા હતા. જેમાં રૂ.૨.૨૯ કરોડનાં ખર્ચે વડા તળાવ ડેવલોપમેન્ટ, રૂ.૧.૩૯ કરોડ નાં ખર્ચે સોલાર સિસ્ટમ, રૂ ૧.૨૮ નાં ખર્ચે પીવાના પાણી નો સંપ, રૂ.૯૨ લાખ નાં ખર્ચે નગરપાલિકા પ્રવેશદ્રારો, ૧૨ લાખનાં પંપ રૂમ, રૂ.૧૨ લાખ જ્યુબિલી ગાર્ડન, કોમ્યુનિટી હોલ સહિત વિવિધ સ્થળે પેઇન્ટિંગ શુશોભનનાં લોકાર્પણ કરાયા હતા. તે ઉપરાંત ૧૫ માં નાણાંપંચ અંતર્ગત રૂ.૧.૫૫ કરોડનાં ખર્ચે કસ્બાવાડી માં પાણીની ટાંકી, સ્ટોર્મ વોટર, પંપિંગ સ્ટેશન રીનોવેશન, વોટર વર્કર્સ કુવા રીનોવેશન, આરસીસી નાળા, સ્વચ્છતા ગ્રીલ અને વોક વે જેવા ૧૦ વિકાસકામો હાથ ધરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ ઍ ગણદેવી ની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ હોવાનું કહ્નાં હતું. તેમજ સરકાર વિકાસયાત્રાની ઝાંખી કરાવી હતી. મહાભારત, ગીતા, રામ મંદિર, કલમ ૩૭૦ ને ટાંકી નવા ભારત નાં દર્શન કરાવ્યા હતા અને ગુણવત્તા યુક્ત કામગીરીની હિમાયત સાથે વિકાસ કામોની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો અને આગામી ચૂંટણીમાં ગણદેવીવાસીઓ નાં સહકાર ની માંગ કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ભાવેશ પટેલ, ભાનુબેન પટેલ, પીનાકીન પંડ્યા, ધર્મેશ હળપતિ, નિરવ સગર, પ્રાણલાલ પટેલ, રાજેશ પટેલ, ચંદ્રકાન્ત ગાજુલ, સંગીતા કાયસ્થ, કલ્પેશ ઢીમ્મર, રિઝવાન શેખ, રમણ ઉર્ફે સોમભાઈ પટેલ, ચીફ ઓફીસ પ્રાચી દોશી સહિત અગ્રણીઓ અને નગરજનો, પાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્નાં હતાં.