Vishesh News »

દમણ નીફટના વિદ્યાર્થીઅોઍ બે ઍવોર્ડ જીત્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૦ : ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી દમણ કેમ્પસના વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દમણ કેમ્પસના વિદ્યાર્થીઓઍ ડિબેટ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ઇનામ મેળવ્યું હતું. આયોજકો વતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દમણ કેમ્પસના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારો ઍનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આસિસ્ટન્ટ પ્રોફેસર રાજ નંદિની પણ હાજર હતા.