Vishesh News »

આદિત્ય ઍનજીઓ દ્વારા વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી નરોલીમાં ૩૦૦ થી વધુ મહિલાઓનું સન્માન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૦ ઃ નરોલી ખાતે આદિત્ય ઍનજીઓ દ્વારા ૮ માર્ચના દિને વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ મહિલા દિનની ઉજવણી માટે આદિત્ય ઍનજીઓ પ્રમુખ જુલિબેન સોલંકી દ્વારા નરોલીની ૩૦૦ થી વધુ મહિલાઓને આમંત્રિત કરવામાં આવી હતી. જેમાં બી. કે. રંજનદીદીજી, બ્રહ્માકુમારી મમતાદીદીજી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વંદનાબેન પટેલ, નરોલી સરપંચ લીનાબેન પટેલ, નરોલી અંગ્રેજી શાળાના આચાર્ય અનિશાબેન, માઉન્ટ લીર્ટ્રા સંચાલક કિર્તિબેન ચૌહાણ ઉપસ્થિત રહયા હતા. ઉજવણીના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો, ફેશન શો અને સેલ્ફિ પોઈન્ટનું આયોજન થયું હતું. અને માઉન્ટ લીર્ટ્રા સંચાલક કિર્તિબેન ચૌહાણ દ્વારા સ્વસ્તિક દિપક આપવામાં આવ્યા હતા. આદિત્ય ઍનજીઓ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકા યુવા પેઢી ડીમ્પલબેન પરમારને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ નમો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનાર શુચિ સોલંકી, જ્યોતિકાબેન પટેલ, શ્રદ્ધા રોહિત, વિધિ ચૌહાણ, સિદ્ધિ ઠાકોર ને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ભાવનાબેન ચૌહાણ અને સુલોચનાબેન ચૌહાણઍ ઍન્કરીંગ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.