Vishesh News »

પોલીસકર્મીઅોને ડિસ્કથી સન્માનિત કરાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૮ ઃ ગુજરાત રાજ્યનાં પોલીસ તંત્રમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા પોલીસ કોન્સ્ટેબલથી લઈને ઍડિશનલ ડી.જી.પી.કક્ષાનાં ૧૧૦ કર્મચારી- અધિકારીઓને ડીજીપીઝ કમેન્ડેશન ડિસ્ક ૨૦૨૨થી કરાઈ ખાતેના નવા વિદ્યાભવનના ઓડિટોરિયમમાં ગુરૂવાર ૭ ફેબ્રુઆરીઍ અલંકરણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યાં સુરતના પૂર્વ રેન્જ આઈ.જી. સમશેરસિંહ પણ ઉપસ્થિત હતા. ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગોલ્ડ ડિસ્ક અને ૧૦૭ને સિલ્વર ડિસ્કથી રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે સન્માનિત કર્યાં હતાં ૧૩ ઍઍસઆઈમાં નવસારીના મીનાબેન ટંડેલ, વલસાડના જયંતિભાઈ ના. પટેલ અને ડાંગના વોલ્ટર મિસ્ત્રી; ૧૭ પોલીસ કોન્સ્ટેબલમાં વલસાડના ખુમાનસિંહ ગરાસીયા ડિસ્ક પ્રા કરવા ભાગ્યશાળી બન્યા હતા . વલસાડ ખાતે ગુના સંશોધનમાં સારી કામગીરી બજાવી ગયેલા પી.ઍસ.આઇ. ઍલજી રાઠોડ તથા ખેરગામ ખાતે નવ માસની ઉત્કૃષ્ટ કામગીરીમાં ખેરગામમાં ઉપદ્રવ મચાવનારા નીરવ- પાણીખડક ચોકડીના ધમાલ અને ચક્કાજામ પ્રકરણે દુષ્પ્રેરણામાં કાંતિ પટેલને સ્વર્ગ સિધાવનારા- આરોપીને ૩૦૬ કલમ હેઠળ તા.૧૧-૧૦-૨૩થી ભૂગર્ભમાં ધકેલી દેનારા, (જેની સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી ફગાવી છે). પીઍસઆઇ ધરમશી રામજીભાઈ પઢેરીયાને સિલ્વર ડિસ્ક-૨૨ પ્રા થતા ખેરગામ તાલુકામાંથી પઢેરિયાને ખુબ ખુબ અભિનંદન મળ્યા છે. જેઓ હાલ મહેસાણા-કડી ખાતે ફરજ બજાવે છે.