Vishesh News »

આજે વાપીમાં જિલ્લા કક્ષાનો સ્પે. ખેલમહાકુંભ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત -શિક્ષણ કેન્દ્ર તથા વાપીના દેગામ સ્થિત મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની મૂકબધિર વિદ્યાલય દ્વારા જિલ્લા કક્ષાના સ્પે. ખેલમહાકુંભ સ્પર્ધાનું આયોજન તા.૦૯/૦૩/૨૦૨૪ શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં ઍથ્લેટિકસ રમતમાં ૧૬ વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો તથા ૧૬ વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો માટે ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટર દોડ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ સ્પર્ધકોને રાધા માધવ. ઈકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મુ. દેગામ,પો કરાયા તા.વાપી. જિ. વલસાડ ખાતે સ્પર્ધા સ્થળે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.