Vishesh News »

વલસાડ ઍસટી ડેપો પાસે ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ ઍસટી ડેપો પાસે ડમ્પર ચાલક બેફામ રીતે હકારી લાવીને બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ડમ્પરની નીચે ઘસડાઈ ગઈ હતી. બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત થતા આજુબાજુમાં દુકાનદારો રાહદારીઓ બાઈક તાલુકો દોડી ગયા હતા ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસની ટીમ દોડી જઈ ટ્રાફિક સમસ્યા હલ કરી હતી. વલસાડ શહેરમાં આવેલા ઍસટી ડેપો સામે ગઈકાલે સાંજે ઍક ડમ્પર નંબર જીજે-૨૧-વાય-૭૬૪૬ નો ચાલક વલસાડ તિથલ વિસ્તારમાં મટીરીયલ ખાલી કરી ચીખલી જતી વખતે વલસાડના ઍસટી ડેપો પાસે ડમ્પર પૂરઝડપે હંકારી લઈ જઈ રોડ પરથી પસાર થતી સ્પ્લેન્ડર નંબર જીજે -૧૫-ઍચઍચ-૮૨૫ ને અડફેટે લેતા બાઈક ડમ્પર ના આગળના ભાગમાં આવી ગઈ હતી. અકસ્માતની ઘટના બનતા આજુબાજુના દુકાનદારો રાહદારીઓ અને બાઈક ચાલકો દોડી ગયા હતા. ઘટના બનતા રોડ પર ટ્રાફિકજામ બનતા વલસાડ સીટી પોલીસની ટીમ દોડી ગઈ ટ્રાફિક સમસ્યાને હલ કરી હતી.