Vishesh News »

ચણોદમાં બે દિવસમાં પતંગના દોરાથી ઘાયલ ૧૮ પક્ષીઅોને ઉગારાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૫ ઃ વાપીના ચણોદ ખાતે મકરસંક્રાંતિ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત આકાશમાં ઉડતા પતંગના દોરાથી બે દિવસમાં ૨૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા જેમાંથી બે ના મોત થયા છે. જ્યારે ૧૮ ને બચાવી લેવામાં ઈમરજન્સી ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટના મુકેશભાઈ ઉપાધ્યાયની ટીમ અને વન વિભાગની ટીમ સફળ રહી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીના ચણોદ વિસ્તારમાં ઇમર્જન્સી રેસ્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ ઉપાધ્યાય અને વન વિભાગની ટીમ દ્વારા ચણોદ ગેટના પાસે કરુણા અભિયાન અંતર્ગત પશુ બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિવાર અને સોમવાર બે દિવસ સુધીમાં કુલ ૨૦ જેટલા પક્ષીઓ આકાશમાં ઉડતી વખતે પતંગના દોરાથી ઘાયલ થયા હતાં. જેમાંથી ૧૮ને નાની-મોટી ઈજા થતાં સારવાર આપતા બચાવી લેવાયા હતાં. જ્યારે બે કબૂતરોના મોત થયા હતા. આમ મુકેશભાઈ ઉપાધ્યાય અને વન વિભાગની ટીમે ઉત્તરાયણ પરવઍ પતંગના દોરાથી ઘાયલ થયેલા ૨૦ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી બે ખૂબ જ ગંભીર રીતે ગવાયેલા કબૂતરોના મોત થયા હતાં.