Vishesh News »

વલસાડ પાલિકાની કડક વેરા વસુલાત ઃ ૩૦ થી વધુ દુકાનોને તાળા મરાવ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ નગર નગરપાલિકામાંથી અબ્રામા-ધરમપુર રોડ પર આવેલી ૩૦ થી વધુ દુકાનદારોઍ વેરો નહી ભરતા તેમજ જરૂરી પરમિશન ન હોવાથી પાલિકાની ટીમે લાલ કરી તમામ દુકાનને બંધ કરતા દુકાનદારો અને માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વલસાડ નગરપાલિકામાં મોગરવાડી, અબ્રામા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુકાનો, મકાનો, શોરૂમ આવેલા છે. અબ્રામા ધરમપુર રોડ પર આવેલી કેટલીક દુકાનદારોઍ નગરપાલિકામાં ચાલુ વર્ષનો વેરો ભર્યો નથી તેમજ કેટલાક દુકાનદારોઍ જરૂરી પરવાનગી પણ લીધી ન હોવાની માહિતી મળતા આજરોજ વલસાડ નગરપાલિકાની ટીમે લાલ કરી અબ્રામા-ધરમપુર રોડ પર આવેલી ૩૦ થી વધુ દુકાનોને બંધ કરવામાં આવતા અન્ય દુકાનદારો માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.