Vishesh News »

વીવીપેટના ઉપયોગ અંગે બલીઠામાં તાલીમ અપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો જેને લઈ મતગણતરીમાં લાંબો સમય જતો હતો. જે બાદ ટેકનોલોજી મુજબ ઈવીઍમ આવ્યા હતા અને મતગણતરીમાં સરળ અને ઝડપી થયા હતાં. જો કે, ઈવીઍમ અંગે લોકોમાં અનેક સવાલો ઉઠયા હતાં. જે બાદ હવે મતદાન સ્થળે વીવીપેટ મશીન જોવા મળી રહ્ના છે. આગામી યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આ વીવીપેટ મશીનો જોવા મળશે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં દરેક વિસ્તારોમાં આ વીવીપેટ મશીન અંગેની જાગૃતિ ફેલાવવા માટે દરેક સ્થળોઍ મોબાઈલ વાહન દ્વારા તથા જનસેવા કેન્દ્ર ઉપર મૂકવામાં આવેલા છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે આવેલ વાપી જનસેવા કેન્દ્ર ઉપર વીવીપેટ મશીન અંગેની જાણકારી આપવામાં આવતી હતી. મોટે ભાગના લોકોઍ આ વીવીપેટ મશીન કેવી રીતે કામ કરે છે તે અંગે સવાલો કરતા જોવા મળ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન આ વિવિપેટ મશીન દરેક મતદાન મથક ઉપર રાખવામાં આવશે અને જેનો ઉપયોગ મતદારો મતદાન આપ્યા બાદ કરી શકશે.