Vishesh News »

વાપી પાલિકાની ૮૫ „ વેરા વસુલાત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ વાપી નગરપાલિકાઍ માર્ચ માસ હોય વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરી છે. વાપી, ચલા અને ડુંગરા વિસ્તારમાં ઘરવેરાની ત્રણ ટીમ બનાવી બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪ ના કુલ રૂ. ૨૪.૧૭ કરોડના માંગણા સામે રૂ. ૨૦.૬૦ કરોડ સાથે ૮૫ „ની વસૂલાત કરી લીધી છે અને લક્ષ્યાંક સિધ્ધ કરવા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૩૨ની પેટા કલમ (૩) મુજબ ઘરવેરો ભરવા ૩૨૦૦ થી વધુ બાકીદારોને નોટિસો આપવામાં આવી છે. તથા અનેક ફલેટધારકોઍ વેરો ભર્યો ન હોવાથી ચલા, ડુંગરા અને વાપીની ૮૯ સોસાયટીઓને સેવાઓ બંધ કરવાની નોટીસો આપવામાં આવી છે. ગઇકાલે ૬ દુકાનોને તાળાં મારવામાં આવ્યા હતા. વાપીના સુપરમાર્કેટની ૨ દુકાન, સ્તુતિ ઍપાર્ટમેન્ટની ૨ દુકાન અને ગોલ્ડ કોઇન બિલ્ડિંગની ૨ દુકાનોને સીલ કરવામાં આવી છે. હાલમાં નગરપાલિકા દ્વારા રીબેટ અને દંડના નિયમો મુજબ ઓક્ટોબર માસથી દર મહિને ૧્રુ વ્યાજ લગાવવામાં આવી રહ્નાં છે. ઍ મુજબ માર્ચ માસથી ૬ „ વ્યાજ વસૂલાય છે. નાણાકીય વર્ષ પૂરું થતાં પાછલી તમામ બાકી રકમ પર ૧૨ „ વ્યાજ લાગશે. જેથી મિલકતધારકોને વ્યાજના દંડથી અને મિલકત જીની કાર્યવાહીથી બચવા વહેલી તકે ઘરવેરો ભરવા નગરપાલિકા દ્વારા જણાવાયું છે.