Vishesh News »

બલીઠામાં ૯ વર્ષમાં ૬૦૦૦થી વધુ પાર્થિવ દેહોનો અગિન્સંસ્કાર ગાયત્રીબેને કર્યા

(મનોજ ભંડારી, વાપી) વાપી, તા. ૦૭ ઃ મોટાભાગના લોકો જેનું નામ લેવાથી અને ત્યાં જવાનું નામ લેવાથી જ હંમેશા ડરતા હોય છે તેવા વાપી બલિઠાના સ્મશાન ગૃહમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ છેલ્લા નવ વર્ષથી ઍક યુવતી દ્વારા કરવામાં આવી રહ્નાં છે જે કામ તેમણે તેમના પરિવારને મદદરૂપ થવા તેમજ આર્થિક રીતે પગભર થઈ સમયની સાથે પોતાની ઓળખ પણ બનાવી છે તે ગાયત્રીબેન પટેલ દ્વારા છેલ્લા ૯ વર્ષમાં લગભગ ૬,૦૦૦ થી વધુ મૃતદેહોને અગ્નિદા તેમના હાથે આપી ચૂકી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઍટલે કે દર વર્ષની આઠમી માર્ચના રોજ સમગ્ર દુનિયામાં તેની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ તરફ ઍક પગલું સ્વરૂપે ઉજવવામાં આવે છે. ત્યારે વાપી નજીકના બલિઠાગામે આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ની બાજુમાંથી પસાર થતી બિલખાડીના કિનારે બલીઠા સ્મશાનગૃહ આવેલ છે. જે સ્મશાનગૃહમાં આજથી ૨૫ ઍક વર્ષ પહેલા દમણના રહેવાસી સુરેશભાઈ પટેલ અહીં દાદુ તરીકે મૃતદેહોને અગ્નિદાહ આપવા માટેની કામગીરી માટે જોડાયા હતા અને તેઓ ત્યાં જ રહેતા હતા તેમના પરિવારમાં તેમની પત્ની રેખાબેન અને ઍકમાત્ર સંતાન તેમની પુત્રી ગાયત્રી હતા અને ગાયત્રીબેન પટેલે વાપીની સ્કૂલમાં ધોરણ ૧૨ સુધી અભ્યાસ પણ કર્યો છે પરંતુ સુરેશભાઈ પટેલ કેટલીકવાર આ સ્મશાન ગૃહમાં ગેરહાજર હોય ત્યારે વાપી તથા તેની આજુબાજુના ગામડાઓમાંથી કોઈકના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય તો તેને અગ્નિદા આપવા માટે આ બલીઠા સ્મશાન ગૃહમાં આવતા હોય છે. ત્યારે આ ગાયત્રીબેન પટેલ દ્વારા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે જે અંગે ગાયત્રીબેનના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા નવ વર્ષથી અહીં તેમના પિતા સાથે અગ્નિદાહ (અનુ. પા.નં.૨પર ) પા.નં. ૧ નું ચાલુ... બલીઠામાં ૯ વર્ષમાં ...... આપવાનું કામ કરે છે અને આજ સુધીમાં લગભગ પાંચથી છ હજાર જેટલા મૃતદેહો નો અગ્નિદા કરી ચૂક્યા છે અને હાલમાં અહીં પાણીની વ્યવસ્થા નો અભાવ તેમજ ભંગારીયાઓ તેમજ ગંદકીને કારણે હાલમાં મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવા માટે ખૂબ જ ઓછી સંખ્યામાં આવે છે અને લગભગ માત્ર ૧૫ દિવસમાં ઍકાદ બોડી આવતી હોય છે પરંતુ અગાઉ વાપી જીઆઇડીસી ના દમણ ગંગા નદી કિનારે આવેલ મુક્તિધામ અને નામધા ચંડોર ખાતેના સમસાન ગૃહ શરૂ થયા બાદ અહીં ખૂબ જ ઓછી માત્રામાં અગ્નિદા કરવા માટે લોકો આવે છે જોકે તેઓ હાલમાં પરિણીત હોવાથી તેમના સાસરુ વલસાડના ગામડાચા ખાતે આવેલ છે ત્યાંથી અહીં ગમે ત્યારે અગ્નિદા કરવા માટે બોડી આવે તો તેમનો સંપર્ક કરતા જ તેઓ તેમના પતિ સાથે તાત્કાલિક આ સ્મશાન ગૃહમાં આવી પહોંચે છે અને અગ્નિદા આપવાની કામગીરી સફળતાપૂર્વક કરે પણ છે.