Vishesh News »

વાપીને મહાનગર પાલિકા માટે ખાસ સામાન્યસભામાં દરખાસ્ત કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ વાપી નગરપાલિકાની આજે મળેલ ખાસ સામાન્ય સભા માત્ર ચાર મિનિટમાં મુખ્ય બે કામો અંગે ચર્ચા સાથે મંજૂરી આપી સભા પૂર્ણ કરાઈ. પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન પૈકી માત્ર બે ચેરમેનો ઉપસ્થિત રહ્ના જે અંગે પણ અનેક ચર્ચાઓ થતી જોવા મળી હતી. પ્રા વિગત મુજબ આજે વાપી નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહના વળપણ હેઠળ સવારે ૧૧ઃ૩૦ કલાકે વાપી નગર સેવાસદનના સભાખંડમાં મળી હતી. જેમાં પાલિકાના ચૂંટાયેલા ૪૪ પૈકી માત્ર ૨૮ સભ્યો ઉપસ્થિત રહ્ના હતા જેમાં પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને દંડકની પણ ગણતરી થવા પામી હતી. જોકે આજની સભામાં મુખ્ય ઍજન્ડામાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગુહ નિર્માણ વિભાગના પત્ર અનવયે વાપી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે સરકાર સીમા દરખાસ્ત કરવાની રજૂઆત કરાઈ હતી. જેને તમામ ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વ સંમતિથી મંજૂર કરાયો હતો સાથે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા પાલિકા પ્રમુખ તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈને ખાસ અભિનંદન આપ્યા હતાં. જ્યારે પાલિકામાં માર્કેટ ક્ષેત્રફળ ઍરીયા આધારિત મિલકત વેરાના ૧૦„ વધારા કરવા અંગે ની રજૂ વાત થઈ હતી. જેને પણ પાલિકાના બહુમતી સભ્યો દ્વારા મંજૂરી આપી હતી. જોકે આ અંગે કોંગ્રેસના માત્ર ચાર સભ્યો ઉપસ્થિત રહ્ના હતાં. તેઓઍ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક સભા પૂર્ણ કરાઈ હતી. આમ આજની આ ખાસ સામાન્યસભામાં પાલિકાના ચીફ ઓફિસર કોમલબેન પણ ઉપસ્થિત ન રહ્ના હતાં. જોકે વાપી નગરપાલિકાની વિવિધ સમિતિઓ પૈકીના માત્ર બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ કંસારા અને આરોગ્ય સમિતિના ચેરમેન સુરેશભાઈ પટેલ સાથે ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ મિતેશભાઇ દેસાઈ અને દંડક નિલેશભાઈ રાઠોડ સહિતના ભાજપના કુલ ચૂંટાયેલા ૩૭ પૈકી ૨૪ સભ્યો ઉપસ્થિત રહ્ના હતા જ્યારે મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો ગેરહાજર કેમ રહ્ના તેવા પ્રશ્નો પણ થતા જોવા મળ્યા હતાં.