Vishesh News »

દમણના રાજકીય નેતા ઉમેશ પટેલને લકવાની અસર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૭ ઃ દમણના યુવા નેતા ઉમેશ પટેલને પેરાલિસિસના કારણે વલસાડ ડુંગરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર યુથ ઍક્શન ફોર્સના નેતા ઉમેશ પટેલ કોર્ટમાં ગયા હતા જ્યાં તેઓ ચક્કર આવતાં સીડી પરથી નીચે પડી ગયા હતા. ઉમેશ પટેલનું બ્લડપ્રેશર વધી ગયું હતું. દમણની હોસ્પિટલમાં તપાસ બાદ તેનેવલસાડ ડુંગરી મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ઉમેશ પટેલ બીમાર પડ્યા ત્યારે તેઓ પહેલેથી જ દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઉમેશ પટેલ છેલ્લા ઘણા મહિનાઓથી ઘરે ઘરે જઈને લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્ના હતા. ઉમેશ પટેલને શરીરના ઍક ભાગમાં લકવો હોવાનું કહેવાય છે.