Vishesh News »

યુથ વર્લ્ડ બોકસીંગ કપમાં થ્રીડીના બોકસર સુમિત માટે ગોલ્ડ જીતવાની તક

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૭ ઃ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ખેલાડીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરી રહ્ના છે. ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશન દ્વારા મોન્ટેનેગ્રોમાં આયોજિત પ્રતિષ્ઠિત યુથ વર્લ્ડ બોક્સિંગ કપ ૨૦૨૪ માટે ભારતીય બોક્સિંગ ટીમના સિલેક્શન ટ્રાયલ્સનું આયોજન ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સિલેક્શન ટ્રાયલમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના બોક્સર સુમીતે શાનદાર પ્રદર્શન કર્યું અને ૬૩-૬૭ કિગ્રા વજન વર્ગમાં પ્રથમ સ્થાન પ્રા કર્યું અને ભારતીય યુવા બોક્સિંગ ટીમમાં પોતાનું સ્થાન નિડ્ઢિત કર્યું છે. તેણે ૬૩-૬૭ કિગ્રા વજન વર્ગની વ્યક્તિગત ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને -થમ મુકાબલામાં ઓસ્ટ્રિયાના બોક્સરને ૪-૧ના સ્કોરથી હરાવ્યો હતો. તેમજ બીજી બાઉટમાં પોલેન્ડના બોક્સરને ૫-૦નો સ્કોર પરાજય આપ્યો હતો. આ જીત સાથે, સુમિતે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે જ્યાં તેનો સામનો સર્બિયાના બોક્સર સાથે થશે. જો બોક્સર સુમિત આ મેચ જીતી જશે તો તે ભારત માટે મેડલ સુનિડ્ઢિત કરશે.