Vishesh News »

વાપીમાં વીયરથી ફિલ્ટરેશન પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ વાપીના વીયર ડેમમાંથી ફિલ્ટરેશન પ્લાન્ટ સુધીની મુખ્ય પીવાના પાણીની લાઈનમાં જીઆઇડીસી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવતી કેનાલની કામગીરી દરમિયાન વાપી પાલિકાની મુખ્ય પાણી સપ્લાયની લાઈનમાં ભંગાણ કરાતા લાખો લીટર પાણી વેફડાઈ ગયું અને આજે મહાશિવરાત્રીના પર્વ ઍ આખો દિવસ વાપી પાલિકા હદ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે જેને લઇ લોકો હેરાન પરેશાન થશે. પ્રા વિગત મુજબ આજે વાપી જીઆઇડીસી હદ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી બનાવવામાં આવી રહેલ કેનાલની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરના હીટાચી મશીન વડે આ વાપી નગરપાલિકાની પીવાના પાણીની લાઈનમાં સિમેન્ટ કોંક્રિટના બ્લોક બનાવવામાં આવ્યા હતા જેને હિટાચી મશીન વડે તોડી નાખતા સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ જવા પામ્યું હતું અને લાખો લીટર પાણી વેફડાઈ જવા પામ્યું હતું. જો કે આ અંગે તાત્કાલિક વાપી નગરપાલિકાના હાઇડ્રોલિક ડિઝાઇન સંજયભાઈ ઝા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી પાઇપલાઇનમાં પડેલ ભંગારને રીપેર કરવા અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આજે મહાશિવરાત્રીનો પર્વ ઍ વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં પીવાનું પાણી ની સપ્લાય બંધ રહેશે જેને લઇ સ્થાનિક લોકોને કેટલી મુશ્કેલીઓ પડશે તેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્ના છે તો આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તો અગાઉ આવા બનાવો બનતા અટકશે