Vishesh News »

ઈ.સ. ૧૯૯૦ અને ૧૯૯૨માં વાપીના કારસેવકોઍ અયોધ્યા જઈ પોતાની સેવા આપી હતી

અયોધ્યામાં વાપીના ૨૪ કારસેવકોનું પણ યોગદાન હતું વાપી, તા. ૧૫ ઃ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા આંદોલનમાં કારસેવા કરવા માટે વાપીથી ઈ.સ.૧૯૯૦માં પાંચ અને ઈ.સ. ૧૯૯૨માં ૨૪ જેટલા કાર સેવકોઍ પોતાની જાનના જોખમે અયોધ્યામાં સેવા બજાવી હતી જ્યારે આ બંને કારસેવામાં વાપીના ચાર યુવાનોઍ પહોંચી સેવા બજાવી હતી. જેમાંના હયાત કાર સેવકોઍ ૨૨મીઍ શ્રીરામ મંદિરના ઐતિહાસિક નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાની ઘડી આવતા ખુબ જ સંતોષ અને આનંદ થઈ રહ્ના હોવાનું જણાવ્યું હતું. આ કારસેવકોઍ ઍ સમયની આંખેદેખી અને અનુભવેલી હકીકતો ‘દમણગંગા ટાઈમ્સ’ સાથે વાગોળી હતી. તેમના કહેવા મુજબ આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ સ્થળે મસ્જિદ બનાવી દેવાના બનાવ બાદ આ શ્રીરામ જન્મભૂમિના પવિત્ર સ્થળે ફરીથી શ્રીરામ મંદિર બનાવવા માટેની છેલ્લા ૫૦૦ વર્ષથી ચાલતી ચળવળને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહની જોડીઍ બંને પક્ષને સાથે રાખી સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત શ્રીરામ જન્મભૂમિનો વર્ષોથી ચાલતો વિવાદ ઉકેલવામાં સફળતા મળી હતી. ત્યારબાદ અહીં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરી અગામી ૨૨ જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઇ રહી છે. ત્યારે કારસેવા માટે સમગ્ર દેશમાંથી અયોધ્યા બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ ભાજપ અને હિન્દુ યુવાનો કારસેવામાં સામેલ થયા હતાં. ઈ.સ.૧૯૯૦ અને ૧૯૯૨ની કારસેવામાં વાપીના યુવાનો પણ પોતાની જાનની જોખમે પહોંચી કારસેવા કરી હતી ત્યારે ઈ.સ. ૧૯૯૦માં સંતોષ સોલંકીની આગેવાનીમાં વાપીના મહેશ પરાગભાઈ જયસવાલ, અતુલ રાય, સુભાષ તિવારી પહોંચ્યા હતાં. ત્યારબાદ ત્યાં થયેલા ગોળીબાર અને લાઠી ચાર્જના દ્રશ્ય તેઓઍ નિહાળ્યા હતા અને આજે પણ તેઓ આ દ્રશ્યને યાદ કરી શરીરમાં કંપારી આવી જાય તેવી સ્થિતિમાં આવી પહોંચ્યા છે. તો ઈ.સ. ૧૯૯૨માં ફરીથી કારસેવા કરવામાં આવી હતી. જે અંગે વાપીથી ૨૪ જેટલા યુવાનો શ્રીપાત ભાઈ સોનીના આગેવાની હેઠળ અયોધ્યા માટે રવાના થયા હતાં. જેમાં સ્વ. કીકુભાઇ કલાણભાઈ પટેલ વાપી કોળીવાડ, શંકરભાઈ પટેલ વાપી કોળીવાડ, પ્રકાશભાઈ પટેલ ચલા, સુભાષભાઈ તિવારી, અશ્વિનભાઈ પટેલ, શ્રીપાદભાઇ સોની, સ્વ. વિજયભાઈ જશુભાઈ પવાર, મહેન્દ્ર ઉર્ફે પિન્ટુ બુદ્ધિસાગર શર્મા, સંતોષભાઈ સોલંકી, મહેશભાઈ પરાગભાઈ જેસવાલ, સ્વ. વિજયભાઈ પટેલ ચલા, મનીષભાઈ પટેલ, હેમંતભાઈ ઠાકોરલાલ રાણા, અતુલભાઇ રાય, મનોજભાઈ પટેલ પેન્ટર ચલા, શર્મા (ડ્રાઈવર) કચીગામ રોડ, વાપી સાથે અન્ય સાત મળી ૨૪ જેટલા યુવાનો સાથે સેલવાસના રીટાબેન અમરતભાઈ પટેલ, સ્વ. અનિલભાઈ પટેલ અને અન્ય તેઓઍ વાપી થી તા. ૨૮-૧૧-૧૯૯૨ના રોજ સવારે વાપીથી ટ્રેનમાં નવસારી અને નવસારીથી સુરત પહોંચ્યા હતાં. જ્યાં નવસારીના આરઍસઍસના ડો. વ્યાસજીના માર્ગદર્શન હેઠળ નવસારીના સંઘના કાર્યકર જગમોહન તિવારી સાથે નીકળ્યા હતા અને તેઓ તા. ૩૧-૧૧- ૧૯૯૨ના રોજ અલ્હાબાદમાં ઉતરીને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અયોધ્યા પહોંચ્યા હતાં. જ્યાં દરેક પ્રાંતની અલગ અલગ ગોઠવણી હતી. જેમાં ગુજરાતની પૂરમ ટેન્ટમાં કારસેવકોને ઉતારો અપાયો હતો. જયાં સતત પાંચ દિવસ સુધી સ્ટીકર લગાવવું, ટેન્ટ અને રેલીંગ બનાવવાની કામગીરી કરી હતી અને છેલ્લા ત્રણ દિવસ તેઓઍ દેશના દરેક પ્રાંતના કારસેવકો માટે બનાવાતી રસોઈ ઘરમાં મદદ પણ કરી હતી અને ૬ ડિસેમ્બરના રોજ તેઓ સવારે ૯ઃ૦૦ કલાકે રેલી આકારે પુરમ ટેન્ટમાંથી સભાના સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં તેઓઍ અડવાણીજી ઋતુમ્ભરા, વિનય કટિયાર, અશોક સિંગલજી તથા અન્ય મહાનુભવોના ભાષણો સાંભળ્યા હતા અને ત્યારબાદ કારસેવકો ઍકાઍ ઉશ્કેરાઈ જઈ વિવાદાસ્થળે આવેલ ત્રણે ઢાંચા ૧૨.૩૦ કલાકે તોડી નાખવાની શરૂઆત કાર સેવકોઍ કરી અને ગણતરીના કલાકમાં તોડફોડ કરી ત્યાં મોડી સાંજે જમીન લેવલ કરી લોખંડના પાઈપ લગાવી ટેન્ટ બનાવી રામલલ્લાની સ્થાપના પણ કરી દેવાઈ હતી. ત્યારબાદ વાતાવરણ ખૂબ જ બગડી જતા કારસેવકોઍ ત્યાંથી તાત્કાલિક રવાના થવા પડ્યું હતું અને તેઓને રહેવા માટે પણ કોઈ વ્યવસ્થા ન મળતા અને જાનના જોખમે જેમતેમ ગામડામાં પહોîચી ત્યાં ઍક ખંડેર જેવા વિનંતી આશ્રમમાં રહેતા સાધુ-સંતો સાથે રાત ગુજારી હતી. યુપીથી ટ્રેનમાં અને મહારાષ્ટ્ર થઈ સુરત આવવા રવાના થયા. જ્યાં બારડોલીમાં તેઓ ઉતરી તા. ૦૯-૧૨-૧૯૯૨ના રોજ ટેમ્પોમાં બેસી વાપી પહોંચ્યા હતાં. કારસેવકોને અહલાબાદથી સુરત પરત ફરી રહેલા વાપી વલસાડના કારસવકો ઉપર મધ્યપ્રદેશના જંગલમાં ટ્રેનનું ચેઈનપુલીંગ કરી પત્થરમારો કરાયો હતો. જેમાં અનેક કારસેવકો ઘાયલ પણ થયા હતા. ખાસ કરીને વલસાડની ઍક અનાવિલ મહિલાને માથામાં મોટો પથ્થર લાગતા તે બેહોશ થઈ ગઈ હતી અને તેને મહારાષ્ટ્રની હદમાં આવ્યા બાદ ઍક રેલ્વે સ્ટેશને પ્રાથમિક સારવાર અપાય હતી. ૬ઠ્ઠી ડિસેમ્બરે રાત્રે ખંડેરમાં રાત વિતાવી બીજા દિવસે વગર ટીકીટે વાપી આવવા નિકળ્યા હતાં ટ્રેનને મધ્યપ્રદેશની હદમાં ચેનપુલિંગ કરી રોકી કેટલાક અસામાજિક તત્વો તેમ જ મુસ્લિમ સમાજના આગેવાનોઍ પથ્થરમારો કરી ટ્રેનમાં સવાર કારસેવકોને ઘાયલ કર્યા હતાં જેમાં વાપીના અનેક લોકોને પણ ઇજા થઈ હતી ત્યારે વલસાડના ઍક અનાવિલ મહિલા કારસેવકને માથામાં ગંભીર ઈજા થઈ હતી વાપીના કારસેવકોના આગેવાન શ્રીપાદ સોનીના જણાવ્યા મુજબ અયોધ્યામાં ૬ ડિસેમ્બરના રોજ સભા સ્થળે મોટી સંખ્યામાં કારસેવકો ભેગા થયા હતાં. જ્યાં મંચ પર બિરાજમાન મહાનુભવોના ભાષણ બાદ તથા અચાનક બુમાબૂમ થતા કાર સેવકોમાં દોડધામ મચી ગઈ હતી અને કેટલાક કારસેવકો તેમજ અન્ય લોકોઍ સભા સ્થળે રેલિંગ બનાવેલ લોખંડના પાઇપ અને અન્ય સાધનો લઈ વિવાદાસ્પદ ઢાંચા ઉપર દોડી જઈ ગણતરીની મિનિટોમાં જ આ ત્રણે ઢાંચા તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં બપોર બાદ ઢાંચાનો પડેલ કાટમાલના ઢગલાને લેવલ કરી તાત્કાલિક પ્લાસ્ટિકનો ટેન્ટ લગાવી તેમાં રામલલ્લાની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. ત્યારબાદ મોડી સાંજે વાતાવરણ સમગ્ર ઉત્તર પ્રદેશમાં અને દેશમાં બગડી જતા તમામ કારસેવકોને સલામત સ્થળે પહોંચી ત્યાંથી પોતાના વતન જવા સૂચના અપાય હતી. જેને લઇ વાપી-વલસાડ-દમણ અને સેલવાસના કારસેવકો તાત્કાલિક કારસેવા ટેન્ટમાંથી અયોધ્યાથી ૧૦ કિલોમીટર દૂર આવેલા ઍક ખૂબ જ ખંડેર જેવું વિનંતી આશ્રમમાં પહોંચી ત્યાં આશરો લીધો હતો. ત્યાં રાત્રિ દરમિયાન કોઈપણ જાતની લાઈટ કે ભોજનની વ્યવસ્થા પણ ન હતી જ્યાં કારસેવકોઍ રાત વિતાવી બીજા દિવસે અયોધ્યા રેલ્વે સ્ટેશનને પહોંચી વગર ટિકિટે ટ્રેનમાં બેસી સુરત આવવા રવાના થયા હતાં. જ્યાં તેમની ટ્રેનને મધ્યપ્રદેશની હદમાં ચેન પુલિંગ કરી રોકી કેટલાક અસામાજિક તત્વો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોઍ પથ્થરમારો કરી ટ્રેનમાં સવાર કારસેવકોને ઘાયલ કર્યા હતાં. જેમાં વાપીના અનેક લોકોને પણ ઇજા થઈ હતી. ત્યારે વલસાડના ઍક અનાવિલ મહિલા કાર સેવકને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે બેહોશ થઈ હતી જેને જેમ તેમ કપડું બાંધી ટ્રેનમાં કણ કસ્તી હાલતમાં લવાઈ હતી અને મધ્યપ્રદેશની હદ પૂર્ણ થતા મહારાષ્ટ્રની હદમાં ટ્રેનને રોકી ઍક રેલવે સ્ટેશન ઉપર પ્રાથમિક સારવાર ત્યાં ઉપસ્થિત રહેલા બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, અને શિવ સૈનિકોઍ ડોક્ટરને સાથે રાખી સેવા આપી હતી. ત્યાંથી સુરત આવતી વખતે રસ્તામાં તેઓને જણાવાયું હતું કે સુરતમાં વાતાવરણ ખૂબ જ તંગ બન્યું છે જેને કારણે કારસેવકોને હિંદુ સંગઠનોઍ બારડોલીમાં ઉતારી લીધા અને ત્યાં ભોજન કરાવી ત્યાંથી મેટાડોર ટેમ્પોમાં બારડોલીના કેટલાક સેવાભાવી અને વેપારી મંડળ દ્વારા ટેમ્પો ભાડે કરી તમામ કાર સેવકોને ધરમપુર સુધી પહોંચતા કર્યા હતા અને ત્યાંથી તમામ કાર સેવકો તા.૯-૧૨-૧૯૯૨ના રોજ વાપી-વલસાડ પહોંચતા કર્યા હતા.